Pm Modi karnatak Visit LIVE : PM મોદીએ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને કર્યો સમર્પિત
Karnataka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના મૈસૂરમાં રૂ. 16,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ માંડ્યામાં લગભગ 2 કિલોમીટર સુધી રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન હજારો લોકો જોવા મળ્યા હતા. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલોની વર્ષા કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
- આ એક્સપ્રેસ વે પર ધીમી ગતિએ ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં. 9000 કરોડ રૂપિયાના હાઇવેને છ લેન ખંડના રૂપે બનાવવામાં આવ્યો છે.
- હાઇ-સ્પીડ કોરિડોર બે ખંડમાં વિકસાવવામાં આવી રહ્યો છે. તેમાં નિદાઘટ્ટા અને મૈસુર વચ્ચે કુલ 61 કિમી અને બેંગલુરુ અને નિદાઘટ્ટા વચ્ચે 58 કિમીનો સમાવેશ થાય છે.
- હાઇવેમાં 8 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર, 42 નાના પુલ, 64 અંડરપાસ, 11 ઓવરપાસ, ચાર રોડ-ઓવર-બ્રિજ અને પાંચ બાયપાસ છે.
- કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ, ભારતમાલા પરિયોજના (BMP)ના ભાગ રૂપે બનેલ 119-km-એક્સેસપ્રેસ હાઇવે, કર્ણાટકના બે મહત્વપૂર્ણ શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને 75 મિનિટ કરશે.
- બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. ઉદ્ઘાટનની તૈયારીઓને લઈને અહીં અંતિમ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ પછી પીએમ મોદી લગભગ 3:15 વાગ્યે હુબલી-ધારવાડમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. PM IIT ધારવાડ (ભારતીય ટેકનોલોજી-ધારવાડ) ને પણ લોકોને સમર્પિત કરશે. તેનો શિલાન્યાસ પણ ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાન મોદીએ કર્યો હતો. તેઓ શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વના સૌથી લાંબા રેલ્વે પ્લેટફોર્મના ઉદઘાટનની પણ જાહેરાત કરશે. પીએમ પુનઃવિકાસિત હોસાપેટે સ્ટેશનને પણ સમર્પિત કરશે, જે હમ્પીના સ્મારકોની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન હુબલી-ધારવાડ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
- હાઇવેનું કામ - 2019માં શરૂ થયું
- હાઇવેનો ખર્ચ- 8480 કરોડ
- હાઇવેનો ફાયદો- મૈસુરથી બેંગ્લોરનો પ્રવાસ 1.5 કલાકમાં થશે
- પીએમ IIT ધારવાડને પણ સમર્પિત કરશે
આ દરમિયાન, પીએમ બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસવે લોકોને સમર્પિત કરશે, જેનાથી બેંગ્લોર અને મૈસૂર વચ્ચેનો મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઘટાડીને 75 મિનિટ થઈ જશે. 118 કિલોમીટર લાંબો આ હાઈવે લગભગ 8480 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ખુશી વ્યક્ત કરતા કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું કે, આ કામ વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું, મૈસૂર બેંગ્લોર હાઈવે હવે સંપૂર્ણ રીતે તૈયાર છે, હવે અમે આ યાત્રા દોઢ કલાકમાં મૈસૂરથી બેંગાલુરીની યાત્રા પુરી કરી શકીશું.
પીએમ મોદીએ નીતિન ગડકરીના ટ્વીટને રીટ્વીટ કર્યું
પીએમ મોદીએ રોડ ટ્રાન્સપોર્ટ અને મિનિસ્ટર નીતિન ગડકરીના ટ્વીટને રીટ્વીટ કર્યું અને કહ્યું કે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેના નિર્માણમાં ચાર રેલ ઓવરબ્રિજ, 9 બ્રિજ, લગભગ 40 નાના પુલ અને 89 અંડરપાસ છે.
બ્રેકગ્રાઉન્ડ
Karnataka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે માંડ્યા અને હુબલી-ધારવાડ જિલ્લાની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, પીએમ તેમની એક દિવસની મુલાકાત દરમિયાન રાજ્યમાં લગભગ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -