PM Modi Mother: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 28 Dec 2022 06:29 PM
બ્રેકગ્રાઉન્ડ
PM Modi Mother: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને...More
PM Modi Mother: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હોય છે. નોંધનીય છે કે, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વધુ એક બેઠક યોજી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ઋશિકેષ પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રીની સૂચક બેઠક ને લઈ સત્તાવાર કોઈ માહિતી નથી અપાઈ. કેબિનેટ બેઠક બાદ સિનિયર મંત્રીઓ સાથે સીએમની સૂચક બેઠક યોજાઈ હતી
હીરાબાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત પ્રસરતાં જ મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી પણ હોસ્પિટલ પહોંચ્યા છે.
પ્રધાનમંત્રી મોદી માતની ખબર અંતર પૂછવા અમદાવાદ આવી રહ્યા છે. જેને લઈ એરપોર્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ પણ હીરાબાના સ્વાસ્થ્યની જાણકારી મેળવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાની નાદુરસ્ત તબિયતને લઈ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલ રવાના થઈ ગયા છે.
માતાની નાદુરસ્ત તબિયતના પગલે પીએમ મોદી અમદાવાદ આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમન અંગે શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમના આગમન અગાઉ નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમર્યાદિત સમય સુધી શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો છે. તાત્કાલિક અસરથી અમલ કરવા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના અપાઈ છે.
હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હીરાબાની ખબર અંતર જાણવા માટે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. તેમજ અસારવા અને દરિયાપુરના ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.