Pilot Captain Mohit: એક પાયલોટનું ફ્લાઈટની આ જાહેરાત ખૂબ વાયરલ થઈ રહી છે. તેમની જાહેરાતનો અંદાજ ડેઇલી ફ્લાઇટ શિડ્યુઅલથી અલગ હતો, લોકો તેના આ અંદાજને પ્રેમ કરી રહ્યાં છે.
આ પાયલોટને આવકારવાની અનોખી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. આ વખતે ફરી કેપ્ટન મોહિતે મુસાફરોનું ખાસ રીતે સ્વાગત કર્યું. આ ફ્લાઈટમાં તેમના બે ખાસ મહેમાનો પણ મુસાફરી કરી રહ્યા હતા. આ બે ખાસ મહેમાનો માટે એક સુંદર પંક્તિ બોલ્યા પછી જ તેણે પોતાની કવિતા પૂરી કરી.
ઘટના સ્પાઈસ જેટની ફ્લાઈટની છે જ્યારે પાઈલટે ફ્લાઈટ પહેલા રૂટીન એનાઉન્સમેન્ટ શરૂ કર્યું હતું પરંતુ તેની સ્ટાઈલ રૂટીનથી ઘણી અલગ હતી. તેમની જીભ પર ન તો અંગ્રેજી હતું કે ન તો ઘસાઇ ગયેલી એ નિયમોની ટેપ. લોકો તેમની કવિતાની શૈલીથી ખૂબ જ પ્રભાવિત થઇ ગયા.
માતા અને પુત્રનું સ્વાગત કર્યું
વીડિયોની શરૂઆતમાં પાયલટ હિન્દીમાં વાત કરતો જોવા મળે છે તે કાવ્યાત્મક રીતે જાહેરાત કરે છે. તે એ પણ જણાવે છે કે શા માટે આ ફ્લાઇટ તેના માટે ખાસ છે. તેણે કહ્યું કે તેની માતા અને એક વર્ષનો દીકરો તેની સાથે પહેલીવાર પ્રવાસ કરી રહ્યા છે. તેણે કહ્યું, "આ ફ્લાઇટમાં એવી બે વ્યક્તિ પ્રવાસ કરી રહી છે. જેને મારૂ ડાઇપર બદલ્યું છે અને બીજુ હું તેને ડાઇપર બદલી રહ્યો છે"
વીડિયોને લાખો લાઈક્સ મળી છે
આ વીડિયો એક દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી ક્લિપને 7.4 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને સંખ્યા વધી રહી છે. ઉપરાંત, પોસ્ટને લગભગ 1.1 લાખ લાઇક્સ મળી છે. લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતાં વિવિધ કોમેન્ટ્સ આપી છે અને તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
Instagram વપરાશકર્તાઓની પ્રતિક્રિયા
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સ્પષ્ટપણે જાણી શકાય છે કે તમે તમારી માતા અને પુત્રને સાથે પ્રથમ ફ્લાઈટ લેવા માટે કેટલા ઉત્સુક છો. અન્ય એક યુઝરે કહ્યું કે, તમે બધા મુસાફરો અને દર્શકોને જે ખુશી આપી તે ખૂબ જ ખાસ હતું.