Congress: લગભગ 1 અઠવાડિયાના વિરામ બાદ ભારત જોડો યાત્રા આજે ફરી શરુ થશે. યાત્રા દિલ્લીથી નીકળી લોની બોર્ડરથી થઇ ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે. સ્થાનિક પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ બહાર પાડી. 


Rahul Gandhi Bharat Jodo Yatra in Ghaziabad Today: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે યુપીમાં દસ્તક આપશે. આ યાત્રા ગાઝિયાબાદથી શરૂ થશે. લગભગ એક અઠવાડિયાના વિરામ બાદ આજથી ફરી આ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા દિલ્હીથી નીકળીને લોની બોર્ડર થઈને ગાઝિયાબાદમાં પ્રવેશ કરશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની સંભાવનાને જોતા દિલ્લી પોલીસ અને ગાઝિયાબાદ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ બહાર પાડી છે. ઘણા માર્ગો પર ડાયવર્ઝન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તમે આજે ઘરની બહાર નીકળી રહ્યા છો, તો આ પ્લાન જોઈને નીકળી જાઓ.


જાણો શું રહેશે પ્રવાસનું સમયપત્રક?


મળેલ માહિતી મુજબ, કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે સવારે 10 વાગ્યે લાલ કિલ્લા પાસે આવેલ હનુમાન મંદિર (મરઘટ વાલે બાબા)થી નીકળશે અને લોખંડના પુલ, શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશન, ફર્નિચર માર્કેટ, ધરમપુરા અને અંસારી રોડ થઈને લગભગ 10 વાગ્યે નીકળશે. ત્યારબાદ બપોરે 12 આસપાસ તે લોની બોર્ડર પહોંચશે. અહીં આ યાત્રાનો ધ્વજ યુપી કોંગ્રેસને સોંપવામાં આવશે. બીજા દિવસે 4 જાન્યુઆરીએ તે બાગપતથી શામલી માટે રવાના થશે. આ પછી, યાત્રા 5 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યે શામલીથી શરૂ થશે અને સાંજે 6:30 વાગ્યે હરિયાણાના પાણીપત પહોંચશે.


ડાયવર્ઝન પ્લાન આ પ્રમાણે હશે:



  • બાગપતથી દિલ્હી અને ગાઝિયાબાદ તરફ આવતા તમામ પ્રકારના ભારે વાહનો લોનીને બદલે ઈસ્ટર્ન પેરિફેરલમાંથી પસાર થશે.

  • દિલ્હીથી આવતા પુસ્તા, નાના વાહનો વિજય વિહાર પોલીસ સ્ટેશનથી સભાપુર સોનિયા વિહાર થઈને બાગપત જઈ શકશે.

  • બાગપતથી ગાઝિયાબાદ આવતા નાના વાહનો બંથલા ચિરૌડી થઈને જશે.

  • ગાઝિયાબાદથી બાગપત તરફ જતા મોટા વાહનો માટે  રાજનગર એક્ષ્ટેન્શનથી લઈને   ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

  • બંથલાથી લોની તિરાહે તરફ કોઈ પણ વાહનને આવવા દેવામાં નહીં આવે.

  • ગોલચક્કર દિલ્લીથી લોની આવતા તમામ વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. આ વાહનો ગોલચક્કરથી તુલસી નિકેતન, ભોપુરા તિરાહે થઇને જશે.


ટ્રાફિકને લગતી કોઈ પણ મુશ્કેલી માટે આ નંબર પર કોલ કરો:


આ યાત્રા દરમિયાન ગાઝિયાબાદમાં  ટ્રાફિક જામ ન થાય તે માટે આજે ટ્રાફિક પોલીસે ખાસ તૈયારીઓ કરી છે. ગાઝિયાબાદના ADCP ટ્રાફિક રામાનંદ કુશવાહાએ જણાવ્યું કે મંગળવારે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કેટલાક માર્ગો પર ડાયવર્ઝન હશે. તેનો જરૂરિયાત મુજબ સમય વધી કે ઘટી પણ શકે છે. આ માટે પોલીસ સંપૂર્ણ તૈયાર રહેશે. જો કોઈને ટ્રાફિક સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે હેલ્પલાઈન નંબર 9643322904 પર કોલ કરી શકે છે.