Cong Slams BJP: ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રેમ શુક્લાએ (Prem Shukla) કથિત રીતે સોનિયા ગાંધી (Sonia Gandhi) માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવા મુદ્દે કોંગ્રેસે કડક પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને (J P Nadda) પત્ર લખીને માફી માંગવા માટે અને આવું ફરીથી થશે તો માનહાનિનો કેસ (Defamation Suit) કરવા માટેની ચેતવણી પણ આપી છે.


ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને લખેલા પત્રમાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, 23 જુલાઈએ એક રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર થયેલી ચર્ચા દરમિયાન પ્રેમ શુક્લાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી વિરોધ દર્શાવે છે. તેમણે કહ્યું કે, સંસ્કૃતિ વિશે વાત કરનારી ભાજપા શીર્ષ અનેતાઓ પ્રવક્તાઓ દેશની મહિલાઓ ખાસ કરીને એક રાષ્ટ્રીય પાર્ટીની 75 વર્ષીય અધ્યક્ષ વિશે વારંવાર આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરે છે.


માફી માંગવા માટે કરી અપિલઃ
જયરામ રમેશે કહ્યું કે, વિપક્ષના નેતાઓ માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવો એ ભાજપનો મહિલા વિરોધી વિચાર દર્શાવે છે. આવી આપત્તિજનક ટિપ્પણીના કારણે દેશની રાજનીતિનું સ્તર નીચે પહોંચી રહ્યું છે.  નડ્ડાને લખેલા પત્રમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મહિલાઓનું સન્માન કરવું વૈદિક કાળથી ભારતની મહાન પરંપરા રહી છે. પ્રધાનમંત્રી મોદી અને તમને (જેપી નડ્ડા) અમારી અપિલ છે કે, તમે તમારી પાર્ટીના નેતાઓની શર્મનાક અને અભદ્ર ટિપ્પ્ણીઓ માટે દેશની મહિલાઓની માફી માંગો અને સાથે જ તમારા પ્રવક્તાઓ અને નેતાઓને રાજનીતિની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડવા અને આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવાથી દૂર રહેવા માટે પણ કહો.


માનહાનિનો કેસ કરવા મજબુર થઈશુંઃ
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, "અમારી અધ્યક્ષા કે બીજા કોઈ અન્ય નેતા માટે અનુચિત ભાષાનો વારંવાર ઉપયોગ કરવાથી અમે માનહાનિનો કેસ કરવા જેવા કાયદાકીય પગલાં લેવા માટે મજબુર થશું."