Devendra Fadnavis Meeting With Amit Shah: મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સરકાર રચવાને લઈને વાતચીત થઈ છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ ભાજપના મંત્રીઓનો ક્વોટા કેટલો રહેશે તે અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ બેઠકમાં વકીલ અને રાજ્યસભાના સાંસદ મહેશ જેઠમલાણી પણ હાજર રહ્યા હતા, ત્યારે બંને વચ્ચે કાયદાકીય મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી. સરકારની રચનાના માર્ગમાં આવતા તમામ મુદ્દાઓ અંગેના કાયદાકીય માર્ગની વિગતવાર માહિતી ગૃહમંત્રી અમિત શાહની સામે રાખવામાં આવી હતી.


જો સરકાર બનશે તો BJPના CM હશેઃ
સૂત્રોએ જણાવ્યું કે જો સરકાર બનશે તો મુખ્યમંત્રી ભાજપના જ હશે અને ભાજપના સીએમ સહિત કુલ 28 મંત્રીઓ હશે. ગૃહમંત્રી સમક્ષ કેબિનેટની ફોર્મ્યુલા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે કલંકિત થયેલા લોકોને સરકારમાંથી બહાર રાખવાની વાત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું કે, દરેક કાયદાકીય દાવપેચનો જવાબ કાયદાકીય રણનીતિમાં છુપાયેલો છે. શાહને મળ્યા પહેલા ફડણવીસે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી.


મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ શું છે?
મહારાષ્ટ્રમાં શિવસેના અને શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથ વચ્ચેની ખેંચતાણ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજે પહોંચી ગઈ છે. જેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરતા શિંદે જૂથને રાહત આપી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં કોર્ટે શિવસેનાના નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સમક્ષ હાજર થવાનો સમય 12 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી લંબાવ્યો હતો.