New Parliament Inauguration: નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વધી રહી છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે બુધવારે (24 મે)ના રોજ જણાવ્યું હતું કે તમામ વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.


28મીએ યોજાનાર આ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરીશું


સંજય રાઉતે કહ્યું કે સૌથી પહેલા અમે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. અમે કહ્યું હતું કે જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે ત્યારે દેશને આવા પ્રોજેક્ટની જરૂર નહોતી.




'PM મોદીની ઈચ્છા પૂરી કરવા માટે બનાવ્યું નવું સંસદ ભવન


તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા માટે બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આજનું સંસદ ભવન હજુ 100 વર્ષ સુધી ટકી શકે છે. સંજય રાઉતે કહ્યું કે આ (જૂનું) સંસદ ભવન ઐતિહાસિક છે અને આરએસએસ અને ભાજપનો આ સંસદ ભવન સાથે કોઈ સંબંધ નથી.


રાઉતે કહ્યું કે આ ખર્ચ માત્ર પથ્થર પર 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન' લખવા માટે કરવામાં આવી રહ્યો છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બંધારણના રક્ષક રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવી રહ્યું નથી.






રાઉતે બહિષ્કારનું કારણ જણાવ્યું


તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી, તેથી જ દેશના વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુને આદિવાસી મહિલાના નામ પર રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમને રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર આવવાની પણ મંજૂરી નથી.






'ઉદ્ધવ ઠાકરે કેજરીવાલને મળશે'


તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેને મળવા આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ કેન્દ્ર સરકારે જે વટહુકમ લાવ્યો છે તેના વિશે મળવા માંગીએ છીએ. જો રાજ્યસભામાં વટહુકમ આવે છે તો તે વટહુકમ વિરુદ્ધ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. અમે તેમની સાથે રહીશું.