ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે એનએસયુઆઈના રાષ્ટ્રીય પદાધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં પોતાના રાજીનામાનો સંદેશ શેર કરતાં રૂચિ ગુપ્તાએ લખ્યું, મેં રાજીનામું આપ્યું છે. તમે જાણો છે કે અનેક મહિનાથી સંગઠનમાં બદલાવ પેન્ડિંગ છે. સંગઠન મહાસચિવના કારણે થઈ રહેલા વિલંબથી સંગઠનને ઘણું નુકસાન થઈ રહ્યુ છે. વર્તમાન હાલતમાં વાંરવાર કોંગ્રેસ અધ્યક્ષ સુધી વાત લઈ જવી શક્ય નથી.
સોનિયા ગાંધીની બેઠકમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સામેલ નથી. બીજી તરફ તેને નિશાને લઈ એનએસયુઆઈના પ્રભારીએ રાજીનામું આપી સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઘણો ઉંડો છે.
કોંગ્રેસ સૂત્રોના કહેવા મુજબ, રૂચિ ગુપ્તાના રાજીનામાના ટાઈમિંગની પાર્ટીના લોકો હેરાન છે.