Prayagraj Magh Mela News: ઉત્તર પ્રદેશ પોલીસ(UP Police) પ્રશાસન દ્વારા માઘ મેળાને લઈને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, આ સાથે જ મેળામાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. આ વખતે મેળામાં પ્રથમ વખત ટેન્ટ સિટી પણ ઉભી કરવામાં આવી રહી છે.


Prayagraj News: સંગમ શહેર પ્રયાગરાજમાં 6 જાન્યુઆરી એટલે કે શુક્રવારથી માઘ મેળો શરૂ થઈ રહ્યો છે અને પોષ પૂર્ણિમાના સ્નાન માટે સ્નાનઘાટ સંપૂર્ણપણે તૈયાર છે. આને ધ્યાનમાં રાખીને, મેળાના એસએસપી (SSP)રાજીવ નારાયણ મિશ્રાએ સવારે જ ડોગ સ્કવોડ અને બીડીએસ ટીમ સાથે સ્નાન ઘાટનું નિરીક્ષણ કર્યું હતું. વહીવટીતંત્ર દ્વારા માઘ મેળાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ કારણ છે કે માઘ મેળા પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.


સુરક્ષાને ધ્યાનમાં રાખીને માઘ મેળામાં વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નહાવાના ઘાટ પર પોલીસ અને SDRF પણ ગોઠવવામાં આવી છે અને ઈન્ટેલિજન્સ યુનિટ પણ મેળા પર નજર રાખશે. માઘ મેળાની સુરક્ષા માટે લગભગ 5000 પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાળુઓ સાથે સારી રીતે વર્તવાની તાલીમ આપવામાં આવી છે.


મજબૂત સુરક્ષા વ્યવસ્થા


જણાવી દઈએ કે, સરકાર વર્ષ 2025માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભના રિહર્સલ તરીકે આ વર્ષના માઘ મેળા (Magh Mela)ની તૈયારીઓ કરી રહી છે. પ્રશાસને માઘ મેળાને લઈને ઝીણવટભરી સુરક્ષા વ્યવસ્થા કરી છે અને મેળા પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. ત્યારે આ વખતે મેળામાં અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પ્રથમ વખત તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ વર્ષના માઘ મેળામાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી રહી છે. આ પ્રથમ વખત છે કે માઘ મેળામાં ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે.


માઘ મેળાના અધિકારી, અરવિંદ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, ટેન્ટ સિટીમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી આવાસ અને અન્ય સુવિધાઓ હશે. તેનું ભાડું હજુ નક્કી થયું નથી. 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પહેલા ટેન્ટ સિટી બની તૈયાર થઈ જશે ત્યારબાદ જ તેનું ભાડું નક્કી કરવામાં આવશે.