હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, કાર સવારને બસને ખોટી રીતે ઓવર ટેક કરવી ભારે પડી ગઇ. જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો મળી જશે. જેમાં કેટલાક લોકો એક્સ્ટ્રા ઓર્ડનરી કામ કરતા જોવા મળો છે પરંતુ આ કામમાં તેને કેટલીક વખત ભાર પણ પડે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બસને ખોટી રીતે ઓવર ટેક કરવા જતાં ખૂબ ખરાબ રીતે ફસાઇ જાય છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ સિવાય વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહાડો પરના સાંકડા રસ્તા પર સામેથી એક બસ આવી રહી છે. જેના કારણે આખો રસ્તો બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં, કાર ચાલક પોતાની કારને બસની આગળ પાછળ લઈ જવાને બદલે ઓવરટેક કરવાનું નક્કી કરે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર સવાર પહાડના સહારે પોતાનું વાહન ત્રાંસા રીતે ચલાવી રહ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે કાર બસને ક્રોસ કરતી વખતે જ ઊંચા એંગલ પર નમેલી હોવાને કારણે પલટી જાય છે, જેના કારણે કાર સવાર પોતાની જ ભૂલને કારણે અકસ્માતનો શિકાર બને છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે એક તરફ પલટી ગયેલી કારમાંથી બધા લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને મોટાભાગના યૂઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. સમાચાર લખાય ત્યાં સુધી લાખો વ્યૂઝ આ વીડિયોને મળી ચૂકી છે. ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરીને બસને ઓવરટેઇક કરનારને તેની ભૂલની મોટી સજા મળી ગઇ.