Rahul Gandhi Trolled: રાહુલ ગાંધી તેના નિવેદનના કારણે અનેક વખત વિવાદોમાં ફસાઇ ચૂક્યાં છે. તે તેમના સંબોધનમાં અનેક વખત બોલિવૂડ સેલેબ્સના નામ લે છે. જેના કારણએ તેઓ હવે ટ્રોલ્સના નિશાના પર છે. લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યાં છે.

Continues below advertisement

રાહુલ ગાંધીને હાલ જ વારાણસીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તેમના કાર્યકર્તાને સંબોધતા અનેક મીડિયા હાઉસ પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે, હવે આ મીડિયા હાઉસ પણ અડાણી અને અંબાણીના જ છે. આ મીડિયા હાઉસ ખેડૂતોના પ્રશ્નો, ગરીબીની મુશ્કેલી વિશે ક્યારેય નહિ બતાવે. એ ઇચ્છે તો પણ તે બતાવી નહિ શકે કારણ કે મીડિયા હાઉસના માલિક જ કહેશે કે, હિન્દુસ્તાનની ગરીબી વિશેના રિપોર્ટ નહિ ટેલિકાસ્ટ થાય, મીડિયા હાઉસ એશ્વર્યા રાયને નાચતી બતાવશે, અમિતાભ બચ્ચનને બતાવશે અને બસ 24 કલાક મોદીજીને બતાવશે.  

રાહુલ ગાંધી થયા ટ્રોલ

જો કે રાહુલ ગાંધીનું આમ વારંવાર એશ્વર્યાનું નામ આવા ટોનમાં લેવું તેને ફેન્સને પસંદ નથી આવતું. જેના કારણે રાહુલ ગાંધી બહુ ખરાબ રીતે ટ્રોલ થયા છે. એક યુઝરે લખ્યું, ‘મારા ગુરૂદેવ અને એશ્વર્યા રાય બચ્ચનની વિશે રાહુલ ગાંધી આ રીતે કેમ વાત કરી શકે, તેને શરમ આવવી જોઇએ, અમે આપની બકવાસ સાંભળતા હતા અને નજરઅંદાજ કરતા હતા પરંતુ હવે નહિ, હવે તમે તમારી સીમા ક્રોસ કરી દીધી છે”

તો બીજી તરફ એક યુઝર્સે લખ્યું કે, ઐશ્વર્યાજીને નાચનાર કહીને સંબોધિત કરવું અપમાનજનક છે અને ટીપ્પણી ખરેખર નંદનિય છે.

 આ પહેલા પણ લીધું હતું એશ્વર્યાનું નામ

એવું નથી કે આ પહેલી વખત છે કે. તેમણે તેમના સંબોધનમાં  આ રીતે અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનું નામ લીધું હોય આ પહેલા પણ તેમણે એશ્વર્યા રાય બચ્ચનનું નામ લીધું હતું. રાહુલ ગાંધી વારંવાર આ રીતે એક્ટ્રેસ એશ્વર્યાનો ઉલ્લેખ કરતા હોવાથી ફેન્સ ભડકી ગયા.