India vs England 4th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ત્રણ ટેસ્ટમાં ભારતીય ટીમ લીડ બનાવી ચૂકી છે, હાલમાં સીરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે, હવે ચોથી ટેસ્ટ રાંચીમા રમાશે. ચોથી મેચ રાંચીમાં 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. પરંતુ આ બધાની વચ્ચે હવે સમાચાર છે કે, ઇંગ્લિશ ટીમમાં મોટા ફેરફાર આવી શકે છે. સિરીઝમાં ટકી રહેવા માટે ઈંગ્લેન્ડે કોઈપણ ભોગે આ ટેસ્ટમાં હાર ટાળવી પડશે. સળંગ બે ટેસ્ટમાં હાર સહન કર્યા બાદ હવે ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ગુસ્સામાં છે, અને પ્લેઇંગ ઇલેવનમાંથી બે દિગ્ગજોને બહાર કરી દીધા છે. જાણો રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
આ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 28 રને જીત મેળવી હતી. જો કે આ પછી યજમાન ભારતે બીજી અને ત્રીજી ટેસ્ટ જીતીને શ્રેણીમાં લીડ મેળવી લીધી હતી. આવી સ્થિતિમાં હવે બેન સ્ટોક્સની ટીમ કોઈપણ ભોગે ચોથી ટેસ્ટ જીતવા ઈચ્છશે. જો ઈંગ્લેન્ડની ટીમ ચોથી ટેસ્ટમાં પણ હારી જશે તો શ્રેણી ભારત જશે.
ચોથી ટેસ્ટમાંથી જૉની બેયરસ્ટો અને જેમ્સ એન્ડરસનનું પત્તુ કપાશે
રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાં ટર્નિંગ ટ્રેક જોવા મળી શકે છે. કોઈપણ રીતે, રાંચીમાં સ્પિનરોને મદદ મળે છે. આવી સ્થિતિમાં બંને ટીમો એક-એક ફાસ્ટ બોલર સાથે અહીં પ્રવેશ કરી શકે છે. જોકે, ઈંગ્લેન્ડ માટે સારી વાત એ છે કે બેન સ્ટોક્સ ચોથી ટેસ્ટમાં બોલિંગ કરી શકે છે. જો સ્ટોક્સ બોલિંગ કરશે તો ઈંગ્લેન્ડ બીજા ફાસ્ટ બોલરની ખોટ નહીં અનુભવે.
ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને મિડલ ઓર્ડર બેટ્સમેન જોની બેરસ્ટો રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાંથી પત્તા ગુમાવી શકે છે. બેયરસ્ટો આ સીરીઝમાં સતત ફ્લોપ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટમાં તેના સ્થાને ડેનિયલ લોરેન્સને તક મળી શકે છે. આ સિવાય એન્ડરસનની જગ્યાએ શોએબ બશીર પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. વળી, માર્ક વુડ અથવા ઓલી રોબિન્સનમાંથી એકને એકમાત્ર ઝડપી બોલર તરીકે તક મળી શકે છે.
ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન -
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, ડેનિયલ લોરેન્સ, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, શોએબ બશીર, રેહાન અહેમદ અને માર્ક વૂડ/ઓલી રોબિન્સન .