Rahul Gandhi On Media: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન જ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પહેલા મારી 24 કલાક વાહ વાહ થતી હતી. આ સાથે જ તેમણે ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતાં. સાથે જ રાહુલ ગાંધીના શાબ્દિક પ્રહારો મીડિયા પર કેન્દ્રીત હતાં. 


કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને રાજકારણમાં તેમના શરૂઆતના દિવસોના ભાષણોનો વીડિયો પોસ્ટ કર્યો છે. રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું કે, જ્યારે હું રાજકારણમાં આવ્યો ત્યારે 2008-09 સુધી દેશનું આખું મીડિયા 24 કલાક મારા માટે 'વાહ-વાહ' કરતું હતું, તમને યાદ છે? પછી મેં બે મુદ્દા ઉઠાવ્યા અને બધું બદલાઈ ગયું. રાહુલ ગાંધીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.


કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે મેં બે મુદ્દા ઉઠાવ્યા હતા - એક નિયમગીરીનો અને બીજો ભટ્ટા પરસૌલનો. જ્યારે મેં જમીનનો પ્રશ્ન ઉઠાવ્યો અને ગરીબ લોકોના અધિકારની રક્ષા કરવાનું શરૂ કર્યું, ત્યારે આખા મીડિયાનો તમાશો શરૂ થયો. અમે આદિવાસીઓ માટે PESA એક્ટ અને તેમના જમીનના અધિકાર માટે અન્ય કાયદા લાવ્યા અને પછી મીડિયાએ 24 કલાક મારી વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું.


ભાજપ પર સાધ્યું નિશાન 


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતની સંપત્તિ જે મૂળ મહારાજાઓની હતી તે બંધારણ દ્વારા જનતાને આપવામાં આવી હતી, પરંતુ ભાજપ તેનાથી ઉલટું કરી રહ્યું છે. ભાજપ મહારાજાઓને તે મિલકતો પાછી આપી રહી છે.


ભાજપ પર આકરા પ્રહારો કરવાનું યથાવત રાખતા તેમણે કહ્યું હતું કે, ભાજપે તેમની છબી ખરાબ કરવા માટે હજારો કરોડો ખર્ચ્યા, પરંતુ તે કામ કરતું નથી. તેઓ મારી છબી ખરાબ કરવા માટે જેટલો વધુ ખર્ચ કરે છે, તેટલી જ તેઓ મને વધુ તાકત આપે છે કારણ કે સત્યને દબાવી શકાતું નથી. જ્યારે તમે મોટી તાકા સામે લડો છો ત્યારે તમારા પર વ્યક્તિગત પ્રહારો પણ કરવામાં આવશે. તેનાથી જ મને ખબર પડે છે કે જ્યારે મારા પર વ્યક્તિગત હુમલો થાય છે ત્યારે હું સાચા માર્ગે છું.


રાહુલ ગાંધીએ બીજું શું કહ્યું?


કોંગ્રેસ સાંસદે વીડિયોમાં કહ્યું કે તેઓ મારા ગુરુ છે. તે મને શીખવે છે કે કોની પસંદ કરવી અને હું મારી લડાઈમાં આગળ વધી રહ્યો છું. જ્યાં સુધી હું આગળ વધી રહ્યો છું ત્યાં સુધી બધું ઠીક છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ઓડિશામાં વેદાંતના માઈનિંગ ઓપરેશન માટે નિયામગીરી જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો અને તેને ગેરકાયદેસર ગણાવ્યો હતો. આ ઉપરાંત 2011માં ઉત્તર પ્રદેશના ભટ્ટા પરસૌલમાં જમીન અધિગ્રહણને લઈને મોટા પાયે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો. તત્કાલીન માયાવતી સરકાર સામે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો.