નવી દિલ્લીઃ લોકડાઉનના કારણે રોજગાર વિનાના થઈ ગયેલા કામદારો વતનમાં જવા માટે દોટ મૂકી રહ્યા છે ત્યારે તેમના લાભાર્થે રેલ્વે મંત્રાલયે શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી છે. દેશભરમાં ફસાયેલા કામદારોને તેમના વતન મોકલવા માટે આ શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો દાડાવાઈ રહી છે. મોટા પ્રમાણમાં કામદારો તેનો લાભ લઈ રહ્યા છે ત્યારે રેલ્વે મંત્રી પિયૂષ ગોયલે ટ્વિટ કરીને વિનંતી કરી છે.
ગોયલે લખ્યું છે કે, મારી તમામ નાગરિકોને અપીલ છે કે, ગંભીર રોગનો ભોગ બનેલા હોય એવાં લોકો, ગર્ભરવીત મહિલાઓ, 65 વર્ષી મોટી ઉંમરના વૃધ્ધ લોકો તથા 10 વર્ષથી ઓછી વયનાં બાળકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાનું ટાળે અને અનિવાર્યતા હોય તો જ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરે.
નરેન્દ્ર મોદી સરકાર 31 મે પછી લોકડાઉન લંબાવશે કે નહીં એ અંગે હજુ કશું નક્કી નથી. 31 મેના રોજ લોકડાઉન પૂરું થાય એ પછી દેશનાં ક્યાં ક્યાં લોકડાઉન લંબાવાશે તેની ચર્ચા ચાલી રહી છે ત્યારે રેલ્વે મંત્રાલયે 1 જૂનથી કેટલીક ટ્રેનો કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે ત્યારે રેલ્વ મંત્રીની આ અપીલ મહત્વની છે.
રેલ્વે મંત્રી ગોયલે કોને કોને શ્રમિક સ્પેશિલ ટ્રેનોમાં મુસાફરી કરવાનું ટાળવા કરી વિનંતી ? જાણો મહત્વની વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2020 10:57 AM (IST)
ગંભીર રોગનો ભોગ બનેલા હોય એવાં લોકો, ગર્ભરવીત મહિલાઓ, 65 વર્ષી મોટી ઉંમરના વૃધ્ધ લોકો તથા 10 વર્ષથી ઓછી વયનાં બાળકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાનું ટાળે .
- - - - - - - - - Advertisement - - - - - - - - -