નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચીન સાથેના હાલના વિવાદને લઈને પીએમ મોદી સાતે વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીન વિવાદને લઈને પીએમ મોદીનો મૂડ ઠીક નથી. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ભારતની વચ્ચે વિવાદના સમાધાન માટે મધ્યસ્થતાની ઓફર પણ કરી ચૂક્યા છે.


એક સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, “હું પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું. તે એક મહાન વ્યક્તિ છે.”તેની સાથે જ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીનની વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, “બન્ને દેશોની વચ્ચે વિવાદ છે. બન્ને દેશની જનસંખ્યા અંદાજે 1.4, 1.4 બિલિયન છે. ભારત અને ચીનની સેના પણ ખૂબ જ પાવરફુલ છે. કદાચ ભારત ખુશ નથી, કદાચ ચીન પણ ખુશ નથી.”

ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે ભારત ચીન વિવાદને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે, “મેં પીઅમ મોદી સાથે વાત કરી. તેઓ ચીનની સાથે જે ચાલી રહ્યું છે, તેના વિશે સારા મૂડમાં નથી. એક દિવસ પહેલા ટ્રમ્પે ભારત અને ચીનની વચ્ચે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. ટ્રમ્પે બુધવારે એક ટ્વિટમાં કહ્યું કે તેઓ બંને દેશોની વચ્ચે મધ્યસ્થતા કરાવા તૈયાર, ઈચ્છુક અને સક્ષમ છે.

જણાવીએ કે, ભારત બુધવારે જ સ્પષ્ટ કહી ચૂક્યું ચે કે તે ચીન સાથે શાંતિપૂર્ણ રીતે વિવાદનું સમાધાન ઈચ્છે છે. જ્યારે ચીન તરફથી પણ ટ્રમ્પની મધ્યસ્થતાવાળા ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે, ભારત અને ચીન એકબીજા સાથેના વિવાદનું સમાધાન કરી શકે છે અને તેમને ટ્રમ્પની જરૂરત નથી.