Lok Sabha Election 2024:ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. ઉમેદવારી ફોર્મ સમયે ઉમેદવારોએ સોગંદનામામાં કુલ સંપત્તિનો પણ ઉલ્લેખ કરવાનો હોય છે. ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ પણ 16 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં સોંગદનાનામાં કરોડોની સંપતિનો ઉલ્લેખ કર્યો હતો. રાજકોટથી ભાજપ ઉમેદવાર પરષોતમ રૂપાલાની 9.48 કરોડની સંપતિ છે. ઉમેદવારી ફોર્મ સમયે રજુ કરેલ સોગંદનામામાં સંપતિ જાહેર કરવામાં આવી છે જેમાં તેમની સંપત્તિ 9.48 કરોડની હોવોનો ઉલ્લેખ છે. રૂપાલા દંપતિ કુલ 18.54 કરોડની છે. રૂપાલાએ 5.79 કરોડની જંગમ મિલકત દર્શાવી છે. રૂપાલાએ 3.34 કરોડથી વધુની સ્થાવર મિલકત પણ દર્શાવી.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા વિવાદ અને વિરોધથી ઘેરાયેલા છે. એક સંમેલનમાં તેમણે ક્ષત્રિય સમાજ માટે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે કરેલા નિવેદનના કારણે ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓ સતત પરષોતમ રૂપાલા વિરોધ પ્રદર્શન કરી રહી છે. પરૂષોતમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજ અને આ સમાજની સંસ્થાઓ સતત વિરોધ કરી રહી છે.
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના વિરોધમાં હિંમત નગર, રાજકોટમાં વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં પરષોતમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માટેની ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવી હતી. જો કે વિરોધ અને વિવાદની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પરષોતમ રૂપાલાને મેદાને ઉતારવા અડગ છે. વિવાદ અને વિરોધની વચ્ચચે પરષોતમ રૂપાલાએ ગઇકાલે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું અને જીતનો સંકલ્પ દોહરાવ્યો હતો.