મોરબીઃ મોરબીના દલવાડી સર્કલ પાસે ૧.૨૦ કરોડની લૂંટની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વીપી આંગડિયા પેઢીનું પાર્સલ ચાર શખ્સો લૂંટી ગયા છે. રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સમાં ૧.૨૦ કરોડનું પાર્સલ આવ્યું હતું. મનીષ પટેલ નામના વ્યક્તિને આંતરીને ચલાવી લૂંટ. સફેદ કલરની બ્રેઝા કારમાં બુકાનીધારી લુટારુ ફરાર થઈ ગયા છે. મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી.આજે સવારના સમયે ઘટના બની હતી.
Surat : 5 બાળકીઓ સાથે અડપલા કરનાર દુકાનદારને કોર્ટે ફટકારી 5 વર્ષની સખત કેદની સજા
સુરત : કતારગામમાં 5 બાળકીઓ સાથે અડપલાં કરનાર દુકાનદારને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. હિતેશ ચૌહાણ નામના આરોપીને કોર્ટે 5 વર્ષની સખ્ત કેદ ની સજા ફટકારી ચે. આરોપી હિતેશ ચૌહાણ કતારગામ વિસ્તારમાં કોલ્ડ ડ્રિંક્સની દુકાન ધરાવતો હતો. બાળકીઓ ને બરફ અને ચોકલેટની લાલચ આપી દુકાનની અંદર બોલાવી અડપલાં કરતો હતો. પાંચેય બાળકીઓને 30 હજારનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ.
હવે કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા AAPમાં જોડાવાની અટકળો બની તેજ? જાણો શું છે કારણ?
રાજકોટઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા તેજ બની છે. કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા. હવે તેઓ AAPના નેતાઓ સાથે સંપર્ક કર્યાની ચર્ચા છે. ભાવનગર પ્રભારી તરીકે ઇન્દ્રનીલ રાજગુરુએ રાજનામું આપ્યું હતું. ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ છે ઇન્દ્રનીલ રાજગુરુ.
આપના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, તમામ સારા લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. મારે તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. જોકે, તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આપમાં આવતા હોય તો સ્વાગત છે તેમ કહ્યું હતું.