રાજકોટઃ ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આજે એક જ દિવસમાં કોવિડ હોસ્પિટલમાં 10ના મોત થયા છે. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 9 અને ખાનગી હોસ્પિટલમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત મોત થયું છે.
આજે મૃત્યુ પામેલા દર્દીઓમાં રાજકોટ શહેરના 4, જિલ્લાના 3 અને અન્ય જિલ્લાના 3 લોકો છે. રાજકોટ જિલ્લામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી 949 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1090 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 31 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજકોટમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો, એક જ દિવસમાં કોવિડ હોસ્પિટલમાં 10ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2020 11:26 AM (IST)
રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 9 અને ખાનગી હોસ્પિટલમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત મોત થયું છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -