રાજકોટઃ લક્ઝુરિયસ કારે બાળકને કચડી નાંખતા થયું કરુણ મોત, જાણો કોની છે આ કાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Dec 2020 12:25 PM (IST)
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે લક્ઝુરિયસ ઔડી કારે દોઢ વર્ષના બાળકને અડફેટે લેતા મોત. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
તસવીરઃ ભક્તિનગર સર્કલ પાસે લક્ઝુરિયસ ઔડી કારે દોઢ વર્ષના બાળકને અડફેટે લેતા મોત.
રાજકોટઃ શહેરના ભક્તિનગર સર્કલ પાસે લક્ઝુરિયસ ઔડી કારે અકસ્માત સર્જ્યો છે. દોઢી વર્ષના બાળકીને કારે કચડીને મોત નીપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળક રમતા રમતા કાર નજીક ઉભો હતો. અચાનક કાર શરૂ કરી ચલાવતા બાળક કચડાયો હતો. તેમજ બાળકનું મોત થયું હતું. બીજી તરફ બાળકને કચડી ઔડી કાર ચાલક ફરાર થયો છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આ લક્ઝુરિયસ કાર કોની છે અને કોણ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયું છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત પછી લોકોએ કારનો પીછો કર્યો હતો. પરંતુ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.