રાજકોટ: રાજકોટ પોલીસ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે.  રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 13 PIની બદલી કરી દેવામાં આવી છે.   રાજકોટ પોલીસમાં મહત્વના  ગણાતા ક્રાઈમ બ્રાન્ચમાં મેહુલ કુંડલીયાને મૂકવામાં આવ્યા છે. આ સાથે જ એસોજીમાં એ.એમ કેલાની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં PIની બદલી કરીને ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. 


સુરેન્દ્રનગરથી બદલી થઈને આવેલા એસ.એમ જાડેજાને બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.  થોરાળા PI ભાર્ગવ જનકાંતને પ્રદ્યુનગર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.  માલવીયા નગરના PI એ.બી જાડેજાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. 


બી-ડિવિઝન ના PI આર.જી બારોટને એ ડીવિઝન મૂકવામાં આવ્યા છે.  એ-ડિવિજન PI ડી.એન.હિરપરાને તાલુકામાં મૂકવામાં આવ્યા છે.  ટ્રાફિક શાખામાંથી વી.આર રાઠોડને કુવાડવા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.  એ.જી વાઘેલા ને થોરાળા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.  જે.એમ દેસાઈને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.  તાલુકાના PI વી.આર પટેલને રીડર શાખામાં મૂકવામાં આવ્યા છે.  યુનિવર્સિટી PI બી.પી રજિયાને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે.