રાજકોટઃ ગીર સોમનાથના ઉનાની 16 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપતા પરિવાર આઘાતમાં મૂકાયો છે. સગીરાની તબિયત ખરાબ થતા તેને રાજકોટમાં આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં સગીરાએ બાળકને જન્મ આપતા પરિવાર આઘાતમાં મુકાયો છે.


હાલ બાળકી બેભાન હાલતમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ઉના પોલીસ રાજકોટ પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સગીરા પર બળાત્કાર ગુજારાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ સત્ય હકિકત તપાસ પછી જ બહાર આવશે.