જસદણ તાલુકાના સોમ પીપળિયા ગામની હેતલ રૂપાભાઈ ડાભી( 20 વર્ષ) ભજન ગાયિકા છે. હેતલને મોઢુકા ગામના રાજેશ પરસોતમભાઈ તાવિયા(32 વર્ષ) સાથે સંબધ બંધાયા હતા. રાજેશ તાવિયા બેન્જોવાદક હતો. ભજન ગાયિકા હેતલ સાથે ભજનના કાર્યક્રમોમાં જતી વખતે બંને વચ્ચે નિકટતા થઈ ગઈ હતી. હેતલ અપરિણીત હતી, જ્યારે પરિણીત રાજેશ કિશોરવયના પુત્ર-પુત્રીનો પિતા હતો. આ કારણે બંને માટે સાથે રહેવું શક્ય નહોતું. એકબીજાને ખૂબ ચાહતા રાજેશ અને હેતલ સાથે જીવવાનું શક્ય ન હોવાથી શનિવારે વહેલી સવારે પોતપોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા. સોમ પીપળિયાની સીમના જંગલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના સ્થાનક પાસે જ બન્નેએ ઝેરી દવા પી લીધી હતી.
આજે સવારે 11.30 વાગ્યા દરમ્યાન વન વિસ્તારમાં બન્નેના મૃતદેહ પડયા હોવાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી. ઘટના સ્થળેથી ઝેરની બોટલ મળી આવતાં પોલીસે તાત્કાલિક બેયના પરિવારજનોને બોલાવી લીધા હતા. કુટુંબીજનોની પૂછપરછમાં બંને વચ્ચે પ્રણય હોવાની જાણ થઈ હતી. બંનેના પરિજનો એમના અફેરથી વાકેફ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
રાજેશ અને ભજનિક હેતલના મૃતદેહ પાસેથી પોલીસને ૩ પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમણે પોતાના પ્રેમ સંબંધની વાત કરીને જીવવું તો સાથે અને મરવું હોય તો પણ સાથે એમ જણાવ્યું છે. લખાણની નીચે બન્નેએ સહી કરી છે