રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો છેલ્લા 3 દિવસથી 1300ને પાર થઈ ગયા છે. ત્યારે હવે કોરોનાનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર તરફ મૂવ કરી રહ્યું છે, એમાં પણ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર પણ ચિંતિત બની છે. જેને પગલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ રાજકોટમાં ધામા નાંખ્યા છે. જોકે, આ બધાની વચ્ચે રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં મોતનો સીલસીલો યથાવત છે.
છેલ્લા 24 કલાકામાં કોરાનાની સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 28ના મોત થયા છે. ખાનગી અને સિવિલના બંનેના થઈ 28 લોકોના મોત થયા છે. જોકે, ડેથ ઓડિટ બાદ આંકડાઓ જાહેર કરાશે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં હાલ, અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ એક્ટિવ કેસો છે.
જિલ્લામાં 2351 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં 3212 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 101 લોકોના કોરોનાથી મોત થયા છે.
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાના કારણે 24 કલાકમાં 28નાં મોતથી ખળભળાટ, જાણો સંપૂર્ણ વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2020 11:43 AM (IST)
છેલ્લા 24 કલાકામાં કોરાનાની સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 28ના મોત થયા છે. જોકે, ડેથ ઓડિટ બાદ આંકડાઓ જાહેર કરાશે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -