રાજકોટઃ જિલ્લામાં 3-3 સિંહોએ ધામા નાંખતા ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ તાલુકાના ગામડાઓમાં 3 સાવજોએ ધામા નાંખતા વન વિભાગની ટિમ સાવજોની પાછળ છે. રાજકોટ તાલુકાના ઉમેરાળી, હલેન્ડા ,ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ ખોખલડળ સહિતના ગામડાઓમાં સાવજો ફરી રહ્યા છે.


અત્યાર સુધીમાં સાવજોએ 20 જેટલા પશુઓનું મારણ કર્યું છે. ગામડાંના માલધારીઓ અને ખેડુતોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ગામડાંના લોકોએ કહ્યું, વન વિભાગ સાવજોને તેમની મૂળ જગ્યા મુકી આવે. રાત્રીના મજૂરો વાડી વિસ્તારમાં નથી રહેતા. પાણી વાળવા માટે કે અન્ય કામ માટે મજૂરો વાડી વિસ્તારમાંથી ભાગવા લાગ્યા છે.

અમારા પશુઓ પણ સાવજથી ડરી રહ્યા છે. અમારી ગાયો અને પશુઓને સાવજો કોળિયો બનાવી રહ્યા છે. અરે રાત્રીના સિમ વિસ્તારમાં રહી શકતા નથી.