તળાવમાં ડૂબી જનારા મૃતકોના નામ અજય સોલંકી,શક્તિ પરમાર અને તરુણ પટેલ છે.
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ત્રણેયના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. બનાવને લઇ લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
યુવકોને ડૂબતા જોઈ આધેડ વયના વ્યક્તિએ બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. આ ઘટનામાં યુવતીને બચાવી લેવામાં આવી છે જ્યારે ત્રણ યુવાનોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.