રાજકોટઃ શહેરમાં ઝાડ પર લટકતો યુવકનો મૃતદેહ મળી આવતાં ખભળાટ મચી ગયો છે. શહેરના જૂના રેલવેસ્ટેશન પાસે જાહેરમાં લટકતો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો પણ દોડી આવ્યા હતા. યુવકની લાશને લઇને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ અંગેની વિગતો એવી છે કે, 30 વર્ષીય સંદીપ નામના યુવકની લાશ ઝાડ પર લટકતી મળી આવી છે. ઘટનાસ્થળ પાસેથી યુવકના બૂટ અને બાજુમાં બોટલ પણ મળી આવી છે. પોલીસે યુવકની લાશ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. યુવકની કપડાની તલાશી લેતા ખીચામાંથી આધાર કાર્ડ મળી આવ્યું છે.