રાજકોટઃ શહેરમાં આવાસ યોજનાના મકાનોમાં ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. રૈયાધારના આવાસ યોજનાનાં ફ્લેટમાં સેક્સરેકટ પર પોલીસે દરોડો કરી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ બે વખત આ જ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
યુનિવર્સિટી પોલીસને માહિતી મળી હતી કે, રૈયાધારની આવાસ યોજનામાં યુવતીઓને લાવી સેક્સરેકેટ ચલાવવામાં આવે છે. બાતમીને આધારે દુર્ગા શક્તિની ટીમે પ્રકાશ ઉર્ફે જોન્ટી જયંતીલાલ જીવરાજાણીનાં ફ્લેટમાં દરોડો કર્યો હતો. જ્યાંથી પોલીસે યુવતીઓને મુક્ત કરાવી હતી અને આરોપી પ્રકાશ ઉર્ફે જોન્ટી જીવરાજાણીની ધરપકડ કરી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, આરોપી પ્રકાશ અગાઉ પણ એ ડિવીઝન વિસ્તાર અને યુનિવર્સિટી વિસ્તારમાં સેક્સરેકેટમાં ઝડપાઇ ચુક્યો છે. આરોપીને પાસા પણ કરવામાં આવી હોવા છતાં પણ સેક્સરેકેટ ચલાવતો હતો. પોલીસ સુત્રો પ્રમાણે, યુનિવર્સિટી વિસ્તાર અને રૈયાધાર જેવા વિસ્તારમાં કોલેજીયન યુવતીઓને રૂપિયાની જરૂરીયાત હોવાને કારણે આ પ્રકારનાં ધંધામાં આવતી હોય છે. સાથે જ મોજ શોખ પૂરા કરવા માટે કોલેજીયન યુવતીઓ સેક્સરેકેટમાં ધકેલાતી હોય છે. આરોપી પ્રકાશની પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
રાજકોટઃ કોલેજીયન યુવતીઓ સાથે ફ્લેટમાં શારીરીક સંબંધો બાંધવાની ગોઠવણ કરનારની ધરપકડ, જાણો કોણ છે આ યુવક ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 10:20 AM (IST)
યુનિવર્સિટી પોલીસને માહિતી મળી હતી કે, રૈયાધારની આવાસ યોજનામાં યુવતીઓને લાવી સેક્સરેકેટ ચલાવવામાં આવે છે. બાતમીને આધારે દુર્ગા શક્તિની ટીમે પ્રકાશ ઉર્ફે જોન્ટી જયંતીલાલ જીવરાજાણીનાં ફ્લેટમાં દરોડો કર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -