Rajkot Game Zone Fire LIVE :  રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 32 લોકોના મોત, મૃતદેહ ઓળખવા બન્યા મુશ્કેલ

રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે.

gujarati.abplive.com Last Updated: 25 May 2024 11:39 PM
સ્વજનોના સેમ્પલિંગ લેવાયા

માતા-પિતા  અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. DNA ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે.  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. 

અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ  લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 32 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 32 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. 32 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હિબડે ચડ્યું છે. 

SITની રચના કરવામાં આવી

આઈપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ SITની રચના કરવામાં આવી છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ SITમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે SIT ના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે. જો કે, હજુ સુધી આ આગ ક્યા કારણે લાગી તેની માહિતી સામે આવી નથી. 

રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું

રાજકોટના કોઈ વકીલ આરોપીઓના કેસ લડશે નહી

રાજકોટમાં અગ્નિકાંડને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.  રાજકોટના કોઈ વકીલ આરોપીઓના કેસ લડશે નહી.  આરોપીઓનો કેસ ન લડવા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

PM મોદીએ દુખ વ્યક્ત કર્યું

સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 24 મૃતદેહ પહોંચ્યા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે.  

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ શક્તિસિંહે ભાજપ પર કર્યા પ્રહાર

પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ દુખ વ્યક્ત કર્યું

પરશોત્તમ રુપાલાએ દુખ વ્યક્ત કર્યું

CM ભૂપેંદ્ર પટેલે ગેમઝોન આગની ઘટના પર તાત્કાલિક સારવારની સૂચના આપી

સીઆર પાટીલે દુખ વ્યક્ત કર્યું

ગેમઝોન માલિકોના નામ આવ્યા સામે

રાજકોટ ગેમ ઝોનના માલિકોની ઓળખ થઇ છે.  યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમઝોનના માલિક છે. ગેમઝોનનો માલિક યુવરાજસિંહ ફરાર થઇ ગયો છે.

તમામ ગેમઝોન બંધ રાખવા આદેશ 

રાજકોટમાં આગકાંડમાં 24 લોકોના મોત થયા હતા. નાના મૌવામાં TRP ગેમઝોનમાંથી 24ના મૃતદેહ બહાર કઢાયા હતા. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. આગકાંડ બાદ ગેમઝોનનો માલિક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઘટના બાદ રાજકોટમાં તમામ ગેમઝોન બંધ રાખવાના આદેશ કરાયા હતા. સુરતમાં પણ તમામ ગેમઝોનની તપાસ કરવામાં આવશે. 

DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવામાં આવશે

રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. એક કલાકમાં 24 મૃતદેહ રાજકોટ સિવિલમાં લવાયા હતા. મૃતદેહો એટલી હદે સળગ્યા કે ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.

ગેમઝોનના માલિકોએ ફાયર NOC લીધું નથી

રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગેમઝોનના માલિકોએ ફાયર NOC લીધું નથી. ગેમઝોન ફાયરની NOC વગર ચાલતું હતું.

બ્રેકગ્રાઉન્ડ

રાજકોટ:  રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.


આગની એટલી ભીષણ છે કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ સ્થળે તૈનાત કરાઈ છે. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ મૃત્યુઆંકની સાચી જાણકારી સામે આવશે.


તમને જણાવી દઈએ કે, નાના મોવા વિસ્તારમાં TRP ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે. આગના સમયે 5 કિમી દૂર સુધી ધૂમાડા દેખાયા હતા.


 




- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.