મોરબીઃ આજે વહેલી સવારે મોરબીના માળીયા ફાટક પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવકોનાં મોત નિપજ્યાં છે. તમામ યુવકો 17થી 19 વર્ષના ને રાજસ્થાનના હતા. અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર સહિત ચાર લોકોના મોત થયાં હોવાનું ખૂલ્યું છે.
મૃતકોમાં રાજસ્થાનના તેજારામ વખતારામ ગામેતી (ઉ.વર્ષ 17), શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ 19), સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ 18) અને મનાલાલ ઉમેંદજી કળાવા (ઉ.વ.19) નો સામવેશ થાય છે. શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો છે. આમ આ અકસ્માતમાં શિવજીભાઈ તથા તેમના બે ભાણેજનાં મોત થયાં છે.
મોરબીના માળીયા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક બાઈક આવી ગઇ હતી. રાજસ્થાનથી મોરબી આવેલા ચાર વ્યક્તિનાં આ ઘટનામાં મોત નિપજ્યા છે. તેમને લેવા આવેલા વ્યક્તિને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે પહેલાં મોરબી અને પછી રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટનાની નોંધ લીધી છે. આ ઉપરાંત મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્રમાં વાહને ટક્કર મારતાં બાઈક પર જતા 4 યુવકોનાં મોત, ચારેય 20 વર્ષથી નાના લબરમૂછિયા, જાણો ક્યાંના છે આ યુવકો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jan 2021 10:49 AM (IST)
મોરબીના માળીયા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક બાઈક આવી ગઇ હતી. રાજસ્થાનથી મોરબી આવેલા ચાર વ્યક્તિનાં આ ઘટનામાં મોત નિપજ્યા છે.
તસવીરઃ મોરબીના માળીયા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક બાઈક આવી ગઇ હતી. રાજસ્થાનથી મોરબી આવેલા ચાર વ્યક્તિનાં આ ઘટનામાં મોત નિપજ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -