રાજકોટઃ ગુજરાત(Gujarat)માં કોરોનાને કહેર યથાવત છે.  પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે અને મોતનો આંકડો 5 હજારને પાર પહોંચી ગયો છે.  રાજકોટ (Rajkot)માં પણ કોરોનાએ મોતનું તાંડવ મચાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 52 કોરોના દર્દીઓના મોત થયા છે. જોકે, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

આ પહેલા રાજકોટમાં ગઇકાલે 82 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા હતા. રાજકોટમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.  છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં બેડ ન મળવાની 357 જેટલી ફરિયાદો મળી છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 145 થી વધુ ગામડાઓ એ સ્વયંભૂ lockdown કર્યુંં છે. રાજકોટ શહેર સોની વેપારીઓ દ્વારા ત્રણ દિવસ માટે સ્વયંભૂ lockdown જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્વયંભૂ ત્રણ દિવસ માટે 700 જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રાખવામાં આવશે. રાજકોટ દાણાપીઠ ના વેપારીઓ આજથી બપોર બાદ જ્યાં સુધી સંક્રમણ ન ઘટે ત્યાં સુધી ત્રણ વાગ્યાથી દુકાનો બંધ રાખશે. રાજકોટ ઇમીટેશન ઉદ્યોગ દ્વારા વીકેન્ડમાં દર અઠવાડિયે ત્રણ દિવસ lockdown કરવામાં આવ્યું છે.

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર  પહોંચી ગયો છે.   

રાજ્યમાં અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.