મોરબીઃ ગત 28મી ડિસેમ્બરે કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં ગઈ કાલે કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ, જેમાંથી તેના સંપર્કમાં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી છે.


મોરબીની નવયુગ વિધાલયમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીને કોરોના પોઝીટીવ આવ્યો અને તેના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓને પણ ચેપ લાગ્યો હતો. નવયુગ વિધાલય દ્વારા ૭ દિવસ માટે સ્કુલ બંધ કરવામાં આવી  છે. વિધાર્થીઓને ૭ દિવસ ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે.


આ ઉપરાતં અન્ય 41 વર્ષ ના પુરુષના કોન્ટેકમાં આવેલ વધુ એક 31 વર્ષના અને મોરબી શહેરી વિસ્તારના રહેવાસી પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ગઈ કાલે મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયા હતા. 


 છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના  કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 548 કેસ  નોંધાયા છે. બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,487  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.55 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 1,94,376  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 265, સુરત કોર્પોરેશનમાં 72,  વડોદરા   કોર્પોરેશનમાં 34 ,  આણંદ 23, ખેડા 21, રાજકોટ કોર્પોરેશન 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર કોર્પોરેશનમાં 5, વડોદરામાં 5, જામનગર કોર્પોરેશનમાં 3,  મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ગાંધીનગર કોર્પોરેશન 2, જામનગર 2,  અમરેલી 1,ભાવનગર 1, નર્મદા 1 અને પંચમહાલમાં 1 નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1902  કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 1891 નાગરિકો સ્ટેબલ છે. 8,18,487 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10116 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે પોરબંદરમાં 1 મોત થયું છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 673 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6301 લોકોને પ્રથમ અને 43566 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22155 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 121678 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,94,376 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,90,14,828 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.