રાજકોટઃ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે આવવાના છે. જોકે, તેમની મુલાકાત પહેલા જ રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાને કારણે 8 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.
આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાત લે તે પહેલાં જ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આઠ લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. રાજકોટ શહેરના 4 અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજકોટ જિલ્લાના જેતપુરની એક અને જામકંડોરણાની એક વ્યક્તિ મળી કુલ આઠના મોત થયા છે.
આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવી આજે રાજકોટમાં જિલ્લાના અધિકારી સાથે બેઠક કરશે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરશે. 20 દિવસમાં બીજીવાર જયંતિ રવિ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. મનપા આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
જયંતિ રવિની મુલાકાત પહેલા રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 8 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2020 10:16 AM (IST)
આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે આવવાના છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાને કારણે 8 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -