જેતપુર: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે નવાગઢના બલદેવ ધાર વિસ્તારના લોકો સ્થિતિ પણ ખરાબ છે. અહીં વરસેલા અનરાધાર વરસાદે આ વિસ્તારમાં રહેતા લોકોની હાલત ખુબ ખરાબ કરી નાખી છે.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વરસેલા વરસાદે જેતપુરના નવાગઢના બલદેવ ધાર વિસ્તારમાં તબાહી મચાવી દીધી હતી. માત્ર 3 કલાકમાં જેતપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના પગલે જેતપુરના બલદેવ ધાર વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં.
આ વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતાં. આ પાણી અહીં લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. અંદાજિત એક હજાર લોકોને આ પાણીની અસર થવા પામેલ હતી. આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાયા તેના દ્રશ્યો એકવાર જોશો તો તમને ખ્યાલ આવશે.
આ વરસાદી પાણી એ અહીંના 200 જેટલા ઘરોમાં આ પાણી ઘુસી ગયા હતા. ઘરમાં ઘુસેલા આ પાણીએ લોકો તમામ ઘર વખરીનો બગડી હતી. ઘરમાં રહેલા અનાજ, વાસણ, અને તમામ ઘર વખરી ઉપર પાણી ફરી વળ્યાં હતા.
સૌરાષ્ટ્રના આ શહેરમાં માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો કેવી છે સ્થિતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2020 07:43 AM (IST)
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -