રાજકોટમાં કોરોના દિવસ ને દિવસે ઘાતક બની રહ્યો છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં એક જ રાતમાં નવ દર્દીઓના મૃત્યુ થયા છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના દર્દીઓના મૃત્યુ થયા છે.
આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં કોરોનાના અત્યાર સુધી 1 હજાર 410 કેસ નોંધાયા છે અને અત્યાર સુધી 23 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજકોટમાં હાલ 679 એક્ટિવ કેસ છે.
રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં એક જ રાતમાં નવ લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં નવ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા 9 લોકોનાં મોત નિપજ્યાં છે.
સૌરાષ્ટ્રના ઘણાં શહેરોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રના ઘણાં પોઝિટિવ કેસો જોવા મળી રહે છે.
સૌરાષ્ટ્રના કયા શહેરમાં એક જ રાતમાં કોરોનાના 9 દર્દીઓના મોત થયા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2020 09:41 AM (IST)
કોરોના દિવસ ને દિવસે ઘાતક બની રહ્યો છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં એક જ રાતમાં નવ દર્દીઓના મૃત્યુ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -