મોરબીઃ મોરબીમાં ૧૩ વર્ષના કિશોરે આપધાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આજે બાળકોના આપઘાત કરવાની આ બીજી ઘટના સામે આવી છે, ત્યારે વાલીઓએ હવે જાગી જવાની જરૂર છે. નહીંતર બાળકોની અમૂક આદતોને કારણે વાલીઓને પછી પસ્તાવાનો વારો આવી શકે છે. 


મોબાઈલ બગડી જતા રીપેરીંગ મામલે પિતા સાથે મનદુઃખને લઈને બાળકે આપધાત કરી લીધો છે. જુના ધુટુ રોડ પર સિરામિકના મજુર ઓરડીમાં રહેતા સુભાષ રાજેન્દ્રભાઈ એડાર (ઉ.૧૩)એ આપધાત કર્યો છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


અન્ય એક કિસ્સાની વાત કરીએ તો, રાજકોટમાં નાના બાળકોના સંતાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જો તમે ધ્યાન નહીં રાખો તો પછી પાછળથી પછતાવાનો વારો આવ્યો છે. શહેરના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષીય બાળકીએ ટીવી પર આવતી સિરિયલો જોઇને પ્રેરાઇને આપઘાત કરી લીધો હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. જો આવું બન્યું હોય તો આ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. 


પરિવારે પોલીસને કરેલી વાત એવી છે કે, 10 વર્ષીય બાળકી  સતત ક્રાઇમની સિરિયલો જોતી હતી. આ બાળકીએ પરિવાર કોઈ ધાર્મિક પ્રસંગે દીકરીને ઘરે મૂકીને ગયો હતો. આ સમયે ઘરે કોઈ ન હોય તેણે આપઘાત કરી લીધો છે. હવે આ સિરિયલોના પ્રભાવથી આપઘાત કર્યો હોવાનું પરિવારનો દાવો છે. જોકે, સાચી હિકકત તપાસ પછી સામે આવશે. 


શહેરમાં ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકીએ આપધાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક બાળકી શહેરના ભવાનીનગરમાં રહેતી હતી. 10 વર્ષની ખુશાલીએ ગળા ફાસો ખાઈ આપધાત કરી લીધો છે. પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને બીજી તરફ બાળકીએ આપધાત કરી લીધો. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી. બાળકીના પરિવારે કહ્યું ક્રાઇમની સિરિયલો જોતી હતી. બાળક દરરોજ ક્રાઈમની સિરિયલો જોતી હતી.