મુંબઇઃ લૂંટના ઈરાદે રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિની મુંબઈની હોટલમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર ઉપલેટાના ઉદ્યોગપતિ કાળાભાઈ સુવાની પ્રિન્સ હોટલના વેઈટરે તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા કરી હતી. કાળાભાઇની હત્યાને પગલે રાજકોટ જિલ્લાના આહીર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.
વેઇટરે બરફ કાપવાના સુયાથી કાળાભાઇની હત્યા કર્યાની ચર્ચા છે. તેમની હત્યા કર્યા બાદ વેઇટર ફરાર થઇ ગયો હતો. મુંબઈની પ્રિન્સ હોટલમાં શનિવારના રાત્રે 12:00 થી 2:00 વાગ્યા સુધીમાં હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે. ઉદ્યોગપતિની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી કે પછી કોઇ અન્ય કારણે કરવામાં આવી તેને લઇને મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી હતી.
મુંબઈ પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હોટલના વેઈટરે જ બરફ કાપવાના સુયાથી કાળાભાઈની હત્યા કરી હતી. વેઈટરે કાળાભાઈના ચહેરા તેમજ ગરદન પર 10 થી વધુ ઘા ઝીંક્યા હતા. આ બાદ વેઈટર તેમની પાસેની રોકડની બેગ, કિંમતી ઘડિયાળ અને સોનાની વીંટી લઈને ફરાર થઇ ગયો હતો.
કાળાભાઈ સુવાના કુટુંબીજનો તેમના પાર્થિવ દેહને ઉપલેટા લાવ્યા હતા. કાળાભાઈ રામભાઈ ઉપલેટાના આહીર સમાજના અગ્રણી હોવાના કારણે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.
Patan: પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઇનમાંથી ફરી મળી આવ્યા માનવ અવશેષો
સિદ્ધપુરઃ પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી ફરી એકવાર માનવ અવશેષો મળી આવતા ચકચાર મચી ગઇ છે. મહેતા ઓળના મહાડ નજીક પાણી સાથે માનવ અવશેષો નીકળ્યા હતા. માનવ અવેશેષો મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે. પાણીની પાઇપ લાઈનો વ્યવસ્થિત સાફ સફાઈ કરવા સ્થાનિકોની માંગ છે.
નોંધનીય છે કે અગાઉ સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને મામલે પાટણ એસપી વિશાખા ડબરાલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. પીએમ રિપોર્ટ મુજબ આ માનવ અવશેષો યુવતીના હોવાનું સામે આવ્યું છે. અવશેષો પર કોઈ ઇજાના નિશાન નહિ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. પીએમ રિપોર્ટ મુજબ હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસ તપાસમાં મળેલ દુપટ્ટો ગુમ થનાર યુવતીનો હોવાનો પરિવારનો સ્વીકાર છે. પાણીની ટાંકી તરફ જતી યુવતી સીસી ટીવીમાં જોવા મળી તે ગુમ થનાર યુવતી અંગે પોલીસ તપાસ ચાલુ કરી છે