Rajkot : રાજકોટ શહેરના યાજ્ઞિક રોડનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અહીં નો-પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારને ટ્રાફિક પોલીસે નિયમ પ્રમાણે લોક કરી. ટ્રાફિક પોલીસે કારના એક ટાયર પર લોક લગાવી દીધું હતું. આ દરમિયાન કાર ચાલાક ત્યાં આવતા તેણે લોક પર લખેલા મોબાઈલ નંબર પર કોલ કર્યો હતો. રાહ જોયા બાદ પણ લોક ખોલવા કોઈ ન આવતા યુવાને ટ્રાફિકના લોકવાળું કારનું ટાયર જ કાઢી નાખ્યું અને તેના સાથે સ્પેરવ્હિલ લગાવી કારચાલક જતો રહ્યો હતો. દ્રશ્યો નજરે જોનાર લોકો પણ આ કીમિયો જોઈ ચોંકી ઉઠ્યા હતા, જુઓ આ સમગ્ર ઘટનાનો વિડીયો 



વિડીયોમાં સાંભળી શકાય છે કે એક યુવક કહી રહ્યો છે કે આ ભાઈ ક્યારના ફોન કરી રહ્યાં છે પણ લોક ખોલવા કોઈ આવી રહ્યું નથી. 


સુરતમાં પોલીસ પર લાગ્યા હપ્તા ઉઘરાવવાના આરોપ 
સુરત પોલીસ પર હપ્તાખોરીના આરોપ લાગ્યા છે. વકીલ મેહુલ બોઘરાએ સુરતમાં હપ્તાખોરીના આરોપ લગાવ્યા છે. વકીલે દાવો કર્યો કે, સરદાર માર્કેટથી સ્ટેશન જતા રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ પાંચથી છ યુનિફોર્મ વિનાના વચેટીયાઓ હપ્તા લઈ રહ્યા છે.


વકીલ મેહુલ બોઘરાએ કહ્યું કે સરદાર માર્કેટથી સ્ટેશન રોડ અત્યારે બ્રિજનું કામ ચાલું છે, એ બ્રિજની નીચે એક ટ્રાફિક પોલીસચોકી છે. એ ચોકીની આસપાસ દર શનિવારે સવેર 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી જયારે અંધારું હોય છે ત્યારે એક બે પોલીસકર્મીઓ યુનિફોર્મમાં હોય છે અને તેના સિવાય પોલીસના વચેટિયાઓ સાદા કપડાંમાં હોય છે. અને જે વાહનચાલકો પસાર થાય એમની પાસેથી હપ્તા ઉઘરાવે છે. 


વકીલ મેહુલ બોઘરાએ આરોપ લગાવ્યો છે અહીંથી પસાર થતા વાહનચાલકો પાસેથી 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો હપ્તો વસુલવામાં આવે છે.