રાજકોટના ગોંડલ રોડ પર પોલીસ જવાન અને બાઇક ચાલક વચ્ચે મારામારીના કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ પર પોલીસ જવાન અને બાઇક ચાલક વચ્ચે મારામારીની ઘટના બની હતી. વાસ્તવમાં બાઇકમાં નંબર પ્લેટ ન હોવાના કારણે પોલીસ જવાન લખનભાઇએ બાઇક ચાલક નાગદાન ગઢવીને રોક્યો હતો. જેને કારણે ટ્રાફિક પોલીસ જવાન લખનભાઇ અને બાઇક ચાલક વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ટ્રાફિર પોલીસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા.


આ મામલે ખોડિયાર નગરના નાગદાન ગઢવી સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો મારામારીમાં ઘાયલ પોલીસ જવાન લખનભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસ જવાને દાવો કર્યો હતો કે બાઇક ચાલકે પહેલા લાકડીથી તેમના પર હુમલો કર્યો હતો. તો બાઇક ચાલકના ભાઇએ દાવો કર્યો હતો કે પોલીસ જવાને રૂપિયા માંગતા વિવાદ વધ્યો હતો. પોલીસ જવાને તેઓને અપશબ્દો કહ્યા હતા અને તેમની સાથે મારામારી કરી હતી.


બીજી તરફ વેપારીઓએ આરોપ લગાવ્યો હતો કે ટીઆરબી જવાન અને પોલીસ જવાનો આખો દિવસ હપ્તા ઉઘરાવે છે. ટ્રાફિક પોલીસ હપ્તા ઉઘરાવી વાહન ચાલકોને પરેશાન કરતી હોવાનો પણ વેપારીઓએ આરોપ લગાવ્યો હતો. પોલીસ જવાને દાવો કર્યો હતો કે આરોપીએ સિગ્ન તોડતા તેને રોકવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ટ્રાફિક પીઆઇને તપાસ સોંપવામાં આવી હતી.


Rajkot: રાજકોટમાં રખડતા ઢોરે યુવતીને અડફેટે લેતા ઢોર માલિક સામે ફરિયાદ


રાજકોટમાં રખડતા ઢોરે યુવતીને અડફેટે લેતા ઢોર માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટના ગાંધીગ્રામમાં આવેલા વેલનાથ ચોક પાસે એક્ટિવા ચાલક યુવતીને ઢોરે અડફેટે લીધી હતી. આ ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર દોડતા એક સાંઢે એક્ટિવા પર જતી યુવતીને ટક્કર મારી હતી. સાંઢની અડફેટે યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેથી જીજ્ઞાબેન મકવાણા નામની યુવતીએ ઢોર માલિક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.


Rajkot: લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારનું હાર્ટ એટેકથી મોત, 24 કલાકમાં બીજી ઘટના


Rajkot: રાજકોટમાં વધુ એક યુવાનનું હૃદય રોગના કારણે નિધન થયું છે. 24 કલાકમાં આ બીજી ઘટના છે. જીવનદીપ સોસાયટીમાં રહેતા લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારનું હાર્ટએટેકથી નિધન થયું છે. વહેલી સવારે હૃદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. સચિન મણિયારના નિધનના સમાચારથી શોકનો માહોલ છવાઈ ગયો છે