Marijuana Accused Jail, Rajkot: રાજકોટમાંથી એક મોટી ખબર સામે આવી છે, અહીં કોર્ટે એક ગાંજાની ખેતી કરનારા આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. એટલુ જ નહીં સાથે સાથે સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગાંજાની ખેતી કરનારા આરોપીને આવું પહેલીવાર બન્યુ છે જેને આટલી મોટી સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ખેડૂતને પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવુ ભારે પડ્યુ છે. વર્ષ 2016થી ચાલતા એક કેસમાં કોર્ટે આરોપી ખેડૂતને 20 વર્ષની સજા અને સાથે એક લાખ દંડની સજા ફટકારી છે. આ ઘટના ચોંકાવનારી છે. ખરેખરમાં ઘટના એવી છે કે, વર્ષ 2016માં રાજકોટ જિલ્લામાં રાજકોટ રૂરલ SOG પોલીસે ડિસેમ્બર 2016માં કોટડા સાંગાણીના સતાપર ગામેથી ગાંજાનું વાવેતર પકડી પાડ્યુ હતું, આ વાવેતર સતાપર ગામે જમીન ધરાવતા એપલ રામભાઈ લાવડીયા નામનો શખ્સ કરી રહ્યો હતો, આરોપીએ પોતાના ખેતરમાં શાકભાજીના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતુ, જેમાં લગભગ 33 કિલો ગાંજો SOGની ટીમે દરોડા દરમિયાન પકડી પાડ્યો હતો. આ વાવેતર કરનારા આરોપી ખેડૂતને બાદમાં આજે કોર્ટે 20 વર્ષની સખત સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગીરમાં ગાંજાનું દૂષણ, ગામમાં ગાંજાની ખેતી કરતાં શખ્સને એસઓજીએ 114 છોડ સાથે ઝડપ્યો
ફરી એકવાર એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરતાં ગાંજાની ખેતી કરતા યુવકને ઝડપા પાડ્યો છે, ગીર સોમનાથમાં એસઓજીના દરોડા દરમિયાન એક ગામમાંથી 114 ગાંજાના છોડ સાથે યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો, આની રકમ અંદાજિત અઢી લાખથી વધુ છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર એસઓજી પોલીસના દરોડા યથાવત છે. એસઓજીની ટીમ પ્રતિબંધિત પદાર્થ અને કેફી પીણા પર એક્શન લઇ રહી છે, હાલમાં જ મળતી ગીર સોમનાથમાં એસઓજીની ટીમે મોટા દરોડા પાડ્યા જેમાં જિલ્લાના ઉનાના એલમપુર ગામમાંથી 51 કિલો ગાંજાનો છોડ જપ્ત કર્યા હતા. જિલ્લાના ઉનાના એલમપુર ગામે ગાંજાની ખેતી ઝડપાઇ છે. એસઓજીએ બીજલભાઇ ભીમાભાઇ બામણીયા નામના આરોપીને ગામમાં ગાંજાની ખેતી કરતાં ઝડપી પાડ્યો છે, આરોપી પાસેથી 114 ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતુ, જેની અંદાજિત કિંમત 2 લાખ 95 હજાર રૂપિયા થાય છે. આરોપી છેલ્લા અઢી મહિનાથી ગામમાં ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો, જપ્ત કરાયેલા ગાંજાના છોડ 51 કિલો જેટલા છે.
નોંધનીય છે કે ગયા મહિને પણ બનાસકાંઠામાંથી એક કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કાકરેજના વડા ગામે SOGએ મોટી કાર્યવાહી કરતા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો. અહી ત્રણ વિઘા જમીનમાં એરંડાના પાકન આડમાં અંદાજિત 1 કરોડની કિંમત જેટલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ SOGએ અંદાજીત લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. બીજી તરફ 17 ઓકટોબરે ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ હતું , આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. કચ્છના ગાંધીધામમાં એટીએસ પોલીસે 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ પકડ્યુ હતું, આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ 800 કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા, હાલમાં એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની પુછપરછ કરી હતી.