Rajkot: રાજકોટમાં ગોંડલ રોડ પર આગ લાગવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આજે સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. બાઈકના શોરૂમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દ્વશ્યોમાં પણ જોઈ શકાય છે આગ કેટલી વિકરાળ છે. આગના જ્વાળાઓ શોરૂમમાંથી નીકળી રહી છે. સાથે જ દૂર દૂર સુધી ધુમાડો દેખાઇ રહ્યો હતો. અચાનક લાગેલ આગના કારણે અનેક વાહનોને નુક્સાન થયું હતું. જો કે બાદમાં ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.


આ શો-રૂમમાં આગ લાગતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. શો-રૂમમાં રહેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યુ હતું.


 


Gujarat Election 2022: સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં ભાજપના અસંતુષ્ટોના જૂથે કરી ટિફિન બેઠક, ચૂંટણી પહેલા રાજકારણમાં આવ્યો ગરમાવો


Rajkot News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ પહેલા રાજકોટ-પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ભાજપના અસંતુષ્ટોના એક જુથે ટિફિન બેઠક કરી છે. મળતી વિગત પ્રમાણે, પૂર્વ વિધાનસભામાં અરવિંદ રૈયાણીની સામેના હરિફ સંભવિત દાવેદારોએ બેઠક કરી છે, જેમાં ચૂંટણીમાં દાવેદારીને લઇને બેઠક થઇ હોવાની ચર્ચા છે. અરવિંદ રૈયાણીને ટિકિટ ન મળે અને તેમના જુથમાંથી ટિકીટ મળે તે માટે લોબિંગ ચાલુ કર્યુ હોવાનું સામે આવ્યું છે. આ બેઠકમાં પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા,પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા,કોર્પોરેટર મુકેશ રાદડિયા,દલસુખ જાગાણી સહિતના આગેવાનો ભેગા થયા હતા.


2017માં શું હતું ચિત્ર


2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાઈ હતી. 18 ડિસેમ્બરે પરિણામ જાહેર થયું હતું. ભાજપને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી હતી. ભાજપનો વોટ શેર 49.05 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 41.44 ટકા હતો. 2012માં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠક મળી હતી.


આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે 12 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આમ આદમી પાર્ટીની ઉમેદવારોની આ પાંચમી યાદી છે



  • ભુજથી રાજેશ પંડોરિયા

  • ઇડરથી જયંતીભાઈ પ્રણામી

  • નિકોલથી અશોક ગજેરા

  • સાબરમતીથી જસવંત ઠાકોર

  • ટંકારાથી સંજય ભટાસના

  • કોડીનાર થી વાલજીભાઈ મકવાણા

  • મહુધાથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા

  • બાલાસિનોર થી ઉદેસિંહ ચૌહાણ

  • મોરવા હડફથી બનાભાઈ ડામોર

  • ઝાલોદથી અનિલ ગરાસિયા

  • ડેડીયાપાડાથી ચૈતર વસાવા

  • વ્યારાથી બિપીન ચૌધરી