Rajkot News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ પહેલા રાજકોટ-પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ભાજપના અસંતુષ્ટોના એક જુથે ટિફિન બેઠક કરી છે. મળતી વિગત પ્રમાણે, પૂર્વ વિધાનસભામાં અરવિંદ રૈયાણીની સામેના હરિફ સંભવિત દાવેદારોએ બેઠક કરી છે, જેમાં ચૂંટણીમાં દાવેદારીને લઇને બેઠક થઇ હોવાની ચર્ચા છે. અરવિંદ રૈયાણીને ટિકિટ ન મળે અને તેમના જુથમાંથી ટિકીટ મળે તે માટે લોબિંગ ચાલુ કર્યુ હોવાનું સામે આવ્યું છે. આ બેઠકમાં પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા,પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા,કોર્પોરેટર મુકેશ રાદડિયા,દલસુખ જાગાણી સહિતના આગેવાનો ભેગા થયા હતા.
2017માં શું હતું ચિત્ર
2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાઈ હતી. 18 ડિસેમ્બરે પરિણામ જાહેર થયું હતું. ભાજપને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી હતી. ભાજપનો વોટ શેર 49.05 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 41.44 ટકા હતો. 2012માં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠક મળી હતી.
આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે 12 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આમ આદમી પાર્ટીની ઉમેદવારોની આ પાંચમી યાદી છે
- ભુજથી રાજેશ પંડોરિયા
- ઇડરથી જયંતીભાઈ પ્રણામી
- નિકોલથી અશોક ગજેરા
- સાબરમતીથી જસવંત ઠાકોર
- ટંકારાથી સંજય ભટાસના
- કોડીનાર થી વાલજીભાઈ મકવાણા
- મહુધાથી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
- બાલાસિનોર થી ઉદેસિંહ ચૌહાણ
- મોરવા હડફથી બનાભાઈ ડામોર
- ઝાલોદથી અનિલ ગરાસિયા
- ડેડીયાપાડાથી ચૈતર વસાવા
- વ્યારાથી બિપીન ચૌધરી
-
આપની ચોથી યાદીમાં કોને કોને મળી ટિકિટ
- નિર્મલસિંહ પરમાર- હિંમતનગર
- દોલત પટેલ – ગાંધીનગર સાઉથ
- કુલદીપસિંહ વાઘેલા – સાણંદ
- બિપીન પટેલ – વટવા
- ભરતભાઈ પટેલ – અમરાઈવાડી
- રામજીભાઈ ચુડાસમા – કેશોદ
- તખતસિંહ સોલંકી – શેહરા
- દિનેશ બારીયા – કાલોલ (પંચમહાલ)
- શૈલેષ કનુભાઈ ભાભોર – ગરબાડા
- પંકજ તયડે – લિંબાયત (સુરત)
- પંકજ પટેલ – ગણદેવી
- નટવરસિંહ રાઠોડ - ઠાસરા
આપની ત્રીજી યાદી – કોને ક્યાંથી મળી ટિકિટ
- કચ્છ, માંડવી- કૈલાશદાન ગઢવી
- અમદાવાદ, દાણીલીમડા- દિનેશભાઇ
- ડિસા - ડૉ. રમેશ પટેલ
- પાટણ- લાલેશભાઈ ઠક્કર
- વડોદરા-સાવલી- વિજય ચાવડા
- ખેડબ્રહ્મા- બિપીન ગામેતી
- નાંદોદ- પ્રો.પ્રફુલ વસાવા
- પોરબંદર- જીવણભાઈ જુંગી
- નિઝર-તાપી- અરવિંદભાઈ ગામિત
આપની બીજી યાદી - કોને ક્યાં મળી ટિકિટ - રાજુ કરપડા, ચોટિલાપિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢપ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરતનિમિષાબેન ખૂંટ-ગોંડલવિક્રમ સોરાણી-વાંકાનેરકરશન કરમૂર-જામનગર ઉત્તરભરતભાઈ વાખળા- દેવગઢ બારિયાજે.જે. મેવાડા- અસારવા-અમદાવાદવિપુલ સખીયા- ધોરાજી
આપની પ્રથમ યાદી- કોને ક્યાંથી મળી ટિકિટ
- ભેમાભાઈ ચૌધરી- દિયોદર
- જગમલવાળા - સોમનાથ
- અર્જુન રાઠવા- છોટા ઉદેપુર
- સાગર રબારી - બેચરાજી
- વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય
- રામ ધડૂક - કામરેજ
- શિવલાલભાઈ બારસીયા - રાજકોટ દક્ષિણ
- સુધીર વાઘાણી - ગારિયાધાર
- રાજેન્દ્ર સોલંકી - બારડોલી
- ઓમ પ્રકાશ તિવારી - નરોડા (અમદાવાદ)