સમગ્ર ગુજરાતમાં લોકડાઉન યથાવત છે ત્યારે રાજકોટમાં માવાના બંધાણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકડાઉન હોવા છતાં પણ રોજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી નશાયુક્ત વસ્તુઓ પકડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં સોપારીનો જથ્થો પકડાયો છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તાર વીંછીયામાંથી 4 લાખ રૂપિયાનો સોપારીનો જથ્થો પકડાયો હતો. વેપારીઓ કાળા બજાર કરે તે પહેલાં જ મામલતદાર સહિતના અધિકારીઓએ દરોડા પાડીને સોપારીનો જથ્થો પકડ્યો હતો ત્યાર બાદ આખું ગોડાઉન સિલ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલ પણ વીંછીયામાંથી મોટા પ્રમાણમાં સોપારીનો જથ્થો પકડાયો હતો. એક બાજુ તંત્ર નશાયુક્ત વસ્તુઓ પકડે છે તો બીજી બાજુ કાળા બજારીઓ બેફામ બન્યા છે.
માવા બંધાણીઓ મુશ્કેલીમાં! સૌરાષ્ટ્રમાં આ જગ્યાએથી મોટા પ્રમાણમાં ઝડપાયો સોપારીનો જથ્થો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2020 11:34 AM (IST)
સમગ્ર ગુજરાતમાં લોકડાઉન યથાવત છે ત્યારે રાજકોટમાં માવાના બંધાણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકડાઉન હોવા છતાં પણ રોજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી નશાયુક્ત વસ્તુઓ પકડવાનો સિલસિલો યથાવત છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -