રાજકોટમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, એક યુવતીએ પ્રેમી સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા પોતાના પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે યુવતીનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી.


શહેરના વિજય પ્લોટમાં રહેતી યુવતીએ બુધવારે સવારે તેના પ્રેમી સાથે વીડિયો કોલમાં વાત કરતા કરતા અગ્નિસ્નાન કરી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી અને બંન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા અને બંન્ને લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ યુવકના પિતાએ યુવકને યુવતી સાથે પ્રેમ સંબંધ ન રાખવા માટે દબાણ કરતા યુવતીએ અગ્નિસ્નાન કર્યું હતું.  યુવકના પિતા પ્રેમ સબંધ ન રાખવા દબાણ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે 22 વર્ષની યુવતીએ પ્રેમી યુવક સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા  ઘરે કેરોસિન છાંટી અગ્નિ સ્નાન કર્યું હતું. જો કે હાલ તો ગંભીર હાલતમાં દાઝેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે યુવતીનું નિવેદન નોંધ્યું હતું.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતી વિજય પ્લોટમાં તેના કાકાના ઘરે રહેતી હતી. યુવતીના પિતા મોરબી રોડ પરના વેલનાથપરામાં રહે છે અને તેમણે બીજા લગ્ન કર્યા હતા. યુવતીએ તાજેતરમાં જ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો. છ મહિના અગાઉ યુવતી એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવતીના કાકા અને પિતા લગ્ન માટે રાજી હતા પરંતુ યુવકના પિતાને આ સંબંધ મંજૂર નહોતો. યુવકના પિતા લગ્ન માટે તૈયાર નહીં હોવાથી યુવતીએ પગલું ભર્યાની શંકા સેવાઇ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


નોંધનીય છે કે રાજકોટમાંજન્માષ્ટમીની મોડી સાંજે  મેળામાં  ખૂબ જ શરમજનક ઘટના બની હતી. અહીં લાખો લોકોના મેડાવડા વચ્ચે પરપ્રાતિય એક શખ્સે  બે વર્ષની માસુમ બાળકી સાથે અડપલા કરતા તેમની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.