Rajkot Lokmelo: સાતમ આઠમના લોકમેળામાં વધુ એક દુર્ઘટના સર્જાઇ છે. રાજકોટમાં રાઇડની મોજ માણતો યુવક ચાલુ રાઇડે નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચતાં તાબડતોબ હોસ્પિટ ખસેડાયો હતો.


સાતમ આઠમના લોકમેળામાં વધુ એક દુર્ઘટના સર્જાઇ છે. રાજકોટમાં રાઇડની મોજ માણતો યુવક ચાલુ રાઇડે નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચતાં તાબડતોબ હોસ્પિટ ખસેડાયો હતો.


સાતમ આઠમના લોકમેળામાં વધુ એક દુર્ઘટના સર્જાઇ છે. અહીં ફારૂક શેખ નામનો યુવક બ્રેક ડાન્સ રાઇડની મોજ માણી રહ્યો હતો. જો કે તેમને સેફ્ટી ડોર ખોલી નાખતાં તે ચાલુ રાઇડે નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી છે. ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ સિવિલ હોસ્પિટલમાં  સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ ગંભીર રીતે ઘવાયેલા યુવકની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે.


Janmashtami 2022 : ગોંડલના લોક મેળામાં ચાલુ રાઇડે યુવક નીચે પટકાયો


રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલનો લોકમેળો શોક મેળો બન્યો છે. રાજકોટ ગોંડલના લોક મેળામાં બની વધુ એક દુર્ઘટના ઘટી છે. રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો. લાલજીભાઈ મકવાણા વાછરા ગામેથી મેળો કરવા આવ્યા હતા. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ગોંડલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો. વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં માં આવ્યો. ગઈ કાલ રાત્રે જ મેળામાં શોર્ટ લાગતા ફાયરના કર્મચારી સહિત બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.


જન્માષ્ટમી નિમિત્તે રાજકોટના ગોંડલમાં યોજાયેલા લોકમેળામાં વીજકરંટ લાગતા બે વ્યક્તિના મોત થયાના સમાચાર છે. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ  ખાતે  ગોંડલ નગરપાલિકા સંચાલિત યોજાયેલ લોકમેળામાં 2 વ્યક્તિઓને વિજકરંટ લાગતા તેમના મોત થયા છે. મેળામાં એક વ્યક્તિને વીજ કરંટ લાગતા પાલિકા કર્મચારી બચાવવા જતા ફાયરના કર્મચારીને પણ વિજકરંટ લાગ્યો હતો. વિજકરંટ લાગતા બંને વ્યક્તિઓને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંનેના મોત નિપજ્યા હતા. 


Gujarat Accident : જન્માષ્ટમીના તહેવારમાં જ અલગ અલગ અકસ્માતમાં 10 લોકોના મોત, ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત


અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારના દિવસે જ અલગ અલગ ચાર અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે 25 વર્ષીય યુવકને ઉડાવ્યો. કાર ચાલક ફરાર થઈ ગયો છે. યુવકનું ઘટના સ્થળે મોત થયું ચે. અમદાવાદમાં મોડી રાત્રે આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના. GJ01RP0774 નમ્બરની ઓડી કારે 25 વર્ષીય યશ ગાયકવાડને ઉડાવીને ફરાર. ચીમનભાઈ બ્રિજ પાસે થયો હિટ એન્ડ રન. ઝુંડાલ ગામનો યુવક યશ ગાયકવાડનું ઘટના સ્થળે મૃત્યુ. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


 અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં  ચાર વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક પાછળ કાર ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અક્સ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત થયું છે. તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે. તમામ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.


અમદાવાદ અસલાલી પાસે અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. ખેડાના રડું ગામના પટેલ પરિવારને નડ્યો અકસ્માત. ડોકટર્સ સહિત 3 લોકોના થયા મૃત્યુ. અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. રોડ ઉપર ઉભેલ ડમ્પર પાછળ કાર ઘૂસતા અકસ્માત થયો હતો. 


અમદાવાદ એસ.જી. હાઇવે પર લોડિંગ રિક્ષાની ટક્કરથી મહિલાનું મૃત્યુ થયું છે. સરખેજ લકી એસ્ટેટ-સાબર હોટેલ પાસેની ઘટના. મહિલાને અકસ્માત બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાનું સારવાર દરમ્યાન થયું મૃત્યુ. એસ.જી. હાઇવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.