રાજકોટ: પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિ લઇને આજે રાજકોટમાં પાટીદાર યુવાનોએ મીટીંગ બોલાવી હતી. ગઈકાલે જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. પાટીદાર યુવા અગ્રણી એવા કેશોદના ભરત લાડાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે મોરબીના યુવા પાટીદાર યુવા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ઉમિયા ધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મીટીંગ યોજાવવાની છે. આ મિટિંગમાં ઉમિયાધામના પ્રમુખ જેરામબાપાનું રાજીનામું લેવડાવશે. જેરામબાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાએ મીટીંગ યોજવામાં આવશે. 




જેરામબાપાના રાજીનામાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે. જેરામબાપા રાજીનામું નહીં આપે તો કડવા પાટીદારના ૧૦૮ આગેવાનો ઉમિયા ધામ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરશે. ઉમિયાધામ તરીકે  પ્રમુખપદના જેરામબાપાના કાર્યકાળના 13 વર્ષના હિસાબ ચેરીટી કમિશનર પાસે માંગવામાં આવશે. આવનાર પ્રમુખ સમાજ માટે ટાઈમ,ટિકિટ અને ટિફિન પોતાના ખિસ્સામાંથી ખર્ચી શકે તેવી અપેક્ષા છે.


સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગુજરાતના કેટલાય સ્થળોએ છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજને લઇને સમસ્યા સામે આવી રહી છે, રાજ્યમાં બહાર આવેલા કેટલાક કૌભાંડોમાં પાટીદાર સમાજના યુવાનોના નામ પણ ખુલી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે આજે રાજકોટમાં પાટીદાર સમાજનું સંમેલન યોજાઇ રહ્યુ છે. સમાજના આ સંમેલન આ સમગ્ર મુદ્દાઓની ઉંડાણપૂર્વક ચર્ચા કરાશે. ખાસ વાત છે કે, પાટીદાર યુવાનો દ્વારા આરવી સ્કૂલ ખાતે આ મહત્વપૂર્ણ મીટિંગ બોલાવવામાં આવી છે. 


આજે પાટીદાર સમાજ દ્વારા રાજકોટના આરવી સ્કૂલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંમેલનમાં સમાજના મુદ્દાઓની સમાજના અગ્રણીઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે. પાટીદાર સમાજમાં હાલની પરિસ્થિતિ લઇને આજે રાજકોટમાં સંમેલન યોજાઇ રહ્યું છે. ગઈકાલે જેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે કેશોદના ભરત લાડાણી પણ ઉપસ્થિત રહ્યાં છે. મનોજ પનારા અને ભરત લાડાણી સહિતના યુવાનો અહીં ઉપસ્થિત છે. પાટીદાર યુવાનો દ્વારા હાલમાં આરવી સ્કૂલ ખાતે મહત્વપૂર્ણ મિટિંગ બોલાવવામાં આવી છે. ખાસ વાત છે કે, સિદસરનાં પ્રમુખ જેરામબાપાનાં પુત્રનું નામ વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં બહાર આવતા સમાજની વ્યાપક બદનામી થઈ હતી જે મુદ્દા પર પણ કરવામાં આવશે. હજુ પણ આ સંમેલનમાં પાટીદાર સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલનને લઇને પાટીદારોના ગૃપમાં પત્રિકા વાયરલ કરવામાં આવી છે.