રાજકોટ: રાજકોટ જાણીતા બિલ્ડરેઆપઘાતનો પ્રયાસ કરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના જાણીતા બિલ્ડર જેરામભાઈ કુંડારિયા નામના 70 વર્ષીય બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસના કારણે તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
2.40 કરોડના 24 કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોર ઠાકરશી પટેલ દ્વારા વધુ 1 થી 1.5 કરોડની માંગણી કરવામાં આવી રહી હતી. રાકેશ નથવાણી નામના આરોપી પાસેથી 80 લાખ રૂપિયા 2 ટકા વ્યાજે લીધા હતા જેમાં 2 કરોડ ચૂકવ્યા છતાં આરોપી દ્વારા 50 થી 55 લાખ રૂપિયા માંગવામાં આવતા હતાં. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ સહિતની કલમ હેઠળ ફરીયાદ નોંધાઈ છે.
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, પવન સાથે વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક આહવા અને સાપુતારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભર બપોરે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અગાઉ પડેલા કમોસમી વરસાદથી પહેલા જ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે, ત્યારે ફરી અચાનક કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી પાંચ દિવસમાં તાપમાન 2 – 3 ડિગ્રી જેટલું વધતાં ગરમીનો અનુભવ થશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી સપ્તાહથી ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. આગામી 12 થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી નોંધાવવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે માર્ચના અંતમાં સક્રિય બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે. જેના કારણે ઘણા દિવસોથી યુક્તિઓ રમી રહેલા હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી 5 દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાનું છે. જો કે, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના ભાગોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 7 એપ્રિલે મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલંગાણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે ઓડિશા અને છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે. આ સિવાય આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
ઉનાળાએ રંગ બતાવ્યો
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સ્વચ્છ હવામાનને કારણે ફરી એકવાર ઉનાળાએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં પારો 33.5 ડિગ્રીને સ્પર્શ્યો હતો, જેના કારણે લોકોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે, તે સામાન્ય કરતાં ઓછું રહ્યું. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું.