રાજકોટ: શહેરના સર્વેશ્વર ચોક વિસ્તારમાં મોટી દુર્ઘટના સામે આવી છે. સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થયો છે. ગણેશ પંડાલની નજીક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અફરા તફરી મચી ગઈ છે.  ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. હાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. 




આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.  જે બાદ વોકળાનો સ્લેબ ધરસાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. 25થી વધુ લોકો સ્લેબ ધરાશાયી થતા નીચે પડ્યા હતા. હાલમાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે.


ગણપતિ ઉત્સવના પગલે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે.  આરોગ્ય અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય દર્શિતા બેન અને રાજકોટના મેયર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી ઘટના બની છે.  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. પૂલ ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.  વસ્તડી અને ચુડાની વચ્ચેનો મુખ્ય પુલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પૂલ તૂટી પડવામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 




લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા


ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પૂલ ધરાશાયી થતા લોકો ફસાયા હોવાની આશંકા છે.  ડમ્પર તેમજ બે બાઈક પણ પૂલથી નીચે પટકાતા ચાર થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પૂલ ધરાશાયી થતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વસ્તડી પુલ વર્ષ 1965માં બન્યો હતો.   અંદાજે  40 મીટર લંબાઈનો પૂલ છે.   અવરજવર કરવા માટે બંને સાઈડ 7  પીલરો આપવામાં આવ્યા છે.  ચુડા, રાણપુર, બોટાદ સહિતના ગામોને આ પૂલ જોડતો હતો.   આ પૂલ આરએન્ડ બી  વિભાગમાં આવે છે.  પૂલની બંને સાઈડ નીચે ભોગાવો નદી પસાર થાય છે.