Rajkot Crime News: રાજકોટના શાપર વેરાવળમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. શાપર વેરાવળમાં રહેતા 20 વર્ષીય યુવક જયદીપ મકવાણાની હત્યા કરવામાં આવી છે. પૈસાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવ્યાનો ખુલાસો થયો છે. ગઈકાલે રાત્રિના જયદીપ ઉપર હૂમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત બનેલા જયદીપને ખાનગી દવાખાને ખસેડવામાં આવેલો જ્યા તેને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતું. જયદીપ મકવાણાનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવ ની જાણ થતાં જ શાપર વેરાવળ પોલીસે મામલે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં શાપરમાં માત્ર 3000 રૂપિયા પાછળ હત્યા થઈ છે. પાનની દુકાને ઉધાર રાખેલા રૂપિયા પાછળ ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. પ્રજ્ઞેશ મકવાણા નામના યુવાન પાસે પાનના દુકાન ધારકો રૂપિયા 3000 ની ઉઘરાણી માટે ફોન કર્યા હતા અને હુમલો કર્યો હતો. દરમિયાન મૃતક જયદીપ મકવાણા વચ્ચે પડ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત થયું હતું. રાજકોટના વેરાવળ મેઈન રોડ પર આવેલી વિનાયક પાનની દુકાન પાસે હત્યા થઈ હતી.