રાજકોટમાં એક યુવકે આજીડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં એક યુવકે આજી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી હતી. યુવકે આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને તે કેમ આપઘાત કરી રહ્યો છે તે પાછળનું કારણ પણ જણાવ્યું હતું.


વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે તે ઓનલાઇન  તીન પત્તી ગેમમાં એક લાખથી વધુની રકમ હારી ગયો હોવાના કારમે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે. એટલું જ નહી માત્ર આ જ કારણ નહિ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરતો હોવાનું યુવક વીડિયોમાં કહી રહ્યો છે. યુવકે વીડિયોમાં અંતમાં કહ્યું હતું I love you મમ્મી પપ્પા. વીડિયો વાયરલ થયા બાદ ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.


ફરી એકવાર ડ્રગ્સ પકડાયુ


મોરબી -વાંકાનેર હાઇવે પરથી SOG પોલીસની ટીમે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. બાતમીના આધારે SOGએ દરોડા પાડતા બે શખ્સનો 6 લાખથી વધુની કિંમતનો મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. માહિતી પ્રમાણે, મોરબી -વાંકાનેર હાઈવે પર આજે SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, ખરેખરમાં, SOG પોલીસને પહેલાથી હાઇવે પર મેફેડ્રૉન ડ્રગ્સની ખેપ મારતાં શખ્સો વિશે બાતમી મળી હતી, આ બાતમીના આધારે પોલીસે હાઇવે પર મોરબીના પાનેલી ગામના પાટિયા નજીક વૉચ ગોઠવી હતી, પોલીસે અહીં અચાનક દરોડા પાડ્યા હતા, આ દરમિયાન બાઇક પર સવાર બે શખ્સોને મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા, આ બન્ને શખ્સો હાઇવે પર નંબર પ્લેટ વગરની બાઈકમાં ફરી રહ્યાં હતા.


આ બન્ને આરોપી શખ્સનોનું નામ સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બલોચ અને રજાકભાઈ આમદભાઈ ધાંચી છે, આ બન્ને આરોપીએ પાસેથી પોલીસે મેફેડ્રૉન ડ્રગ્સનો ૬૪.૨૦ ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત ૬,૪૨,૦૦૦ છે, આ ઉપરાંત તેમની પાસેથી ૩૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન અને ૪૪૬૦ રૂપિયા રોકડા સહિત હોન્ડા બાઇકને કબજે કર્યુ હતુ. મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરીના કેસમાં આ આરોપીઓ પાસેથી આરોપી જુનેદભાઈ હનીફભાઈ પરમારનું નામ પણ ખુલ્યુ હતુ, પોલીસે આ પછી તમામ કડીઓને તપાસને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ કેસમાં સાજીદે ડ્રગ્સનો જથ્થો આરોપી રજાક પાસેથી મેળવ્યો હતો, તો રજાકે આરોપી જુનેદ પાસેથી જથ્થો મેળવ્યો હોવાની પકડાયેલા આરોપી સાજીદ અને રજાકે કબુલાત કરી હતી.