જામનગર-રાજકોટ હાઇવે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ધ્રોલ નજીક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી.
અહેવાલ અનુસાર, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જાયવા ગામ નજીક આજે સવારે મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. બોલેરોએ મોપેડને જોરદાર ટક્કર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મૃતકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
સુરત હાઇવે પર અકસ્માતમાં ત્રણ લોકોના થયા હતા મોત
અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર હાંસોટ નજીક શુક્રવારે વહેલી સવારે ભાવનગરના પરિવારનો ગમખ્વાર થયો હતો. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું કે કારચાલકને ઝોકું આવી જતાં અકસ્માતની ઘટના બની હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર હાંસોટ નજીક ભાવનગરનો પરિવાર સુરત જઇ રહ્યો હતો. આ દરમિયાન કાર ચાલકને ઝોંકુ આવી જતાં કાર ધડકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચાતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને અકસ્માતમાં ભોગ બનેલા લોકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતકોની ડેડેબોડીનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.